SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. લિંગ, વિચાર ને તવા ર૮૭ ઘાણેન્દ્રિયને અંગે વિચારીએ તે સુંગધી પદાર્થ માટે પૈસે ખરચીએ તે મનુષ્યપણામાં મેં થાય, પણ જે ભ્રમરરૂપ બન્યા હતા તે સહેજે રાજમહેલના બગીચામાં સૂર્યવિકસીકમળ ઉપર બેસી શકત. તેમજ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થયે હેત તો પિોપટ આદિરૂપે રાજમહેલમાં રહી શક્ત, પણ આ મનુષ્યભવને અંગે સાધ્ય જે વિષયભેગનું હોય તે સારું શું ? કહે કે એવી કઈ સ્થિતિ હોવી જોઈએ કે જ્યાં ધર્મ અગર પુણ્ય પાપને વિચાર આવે. એકેન્દ્રિયપણામાં અનંતા જન્મ થાય તે પણ ત્યાં આવે નહીં. અરે ! ધર્મની સાધના કેવળ મનુષ્યજન્મવાળો કરી શકે, બીજાથી ધમ સધાતા જ નથી. હવે જેમ યુદ્ધમાં તલવાર જ કામ કરે, તેમ ધર્મ સાધનમાં મનુષ્ય જ કામ કરે. ઘાસને તે દાતરડું પણ કાપે અને તલવાર પણ કાપે, તેમ અહીં મનુષ્યપણામાં વિષયસાધનાનું કામ તે સહુ કેઈ કરે, ધર્મસાધનાનું કામ કરે તે જ સાર્થક. મનુષ્યપણા સિવાય ધર્મની ઉત્પત્તિ થઈ શકતી નથી અને તેથી તિર્યંચની ગતિમાં તીર્થકરે ન માન્યા. અરે! દેવગતિ કે નરક ગતિમાં પણ ન માન્યા. ફકત મનુષ્ય પણમાં જ તીર્થકરો માન્યા અને તેથી ધર્મનું આચરણાદિ મનુષ્યગતિમાં જ થઈ શકે. બીજે સાધી શકાય જ નહિ. જેમ યુદ્ધમાં છત તલવારથી થાય. તેમ ધર્મની સિદ્ધિ મનુષ્યગતિથી જ થાય. ધર્મની સાધના કે સિદ્ધિ કરનારા મનુષ્યભવથી. જે વિષયની સાધના કે ખાવાપીવાના પદાર્થની સિદ્ધિ કરી તેને સફળ ગણીએ તો મૂર્ખ જ છીએ, કારણ તલવારનું કામ તણખલું કાપવાનું નથી. તણખલું તે ચપ્પાથી પણ કપાય. જાનવર પણ પાંચે વિયેને સાધે છે, પણ મનુષ્ય તરીકે કામ હોય તે ધર્મસિદ્ધિ જે જેનાથી બને તે તેનું જ પ્રયજન. એટલે ધર્મ મનુષ્યપણથી જ બને અને તેથી મનુષ્યપણાનું સાધ્ય પણ ધર્મ જ હોય. પુષ્યપાપ પણ મનુષ્યપણુમાં જ સમજાય. એક આંધળો માણસ વારે ઘડીયે અથડાય છે એટલે આંખ દ્વારા કામ નથી કરી શકતે.
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy