________________
૭૪
ષોડશક પ્રકરણ દર્શન
આપ્યું ? કહે, કેવળજ્ઞાન છતાં પણ બહારના ત્યાગ વિના ન જ ભાખ્યા. તેમ શ્રેયાંસકુમારનું તીર્થકરના ત્યાગધર્મ પ્રત્યે લક્ષ્ય ગયું. પછી જ જાતિસ્મરણ થયું અને દાનધર્મ પ્રત્યે. - ન્યાયની દષ્ટિએ વિચારીએ તે સાધ્ય હોય ત્યાં સાધન હોય, ન પણ હોય; પણ સાધન હોય ત્યાં સાધ્ય હેય જ, અનુમાનની દષ્ટિએ વિચારશે તે ધૂમાડે હોય ત્યાં અગ્નિ જરૂર હોય પણ અગ્નિ હોય ત્યાં ધૂમાડે હોય કે ન પણ હોય. જેમ લાકડા છાણના અગ્નિમાં ધૂમાડે હેય પણ લેઢાના અગ્નિમાં ધૂમાડો ન હોય. તેમ અહીં સમ્યકત્વ હેય ત્યાં પ્રમાદિ ચિહને હોય અને ન પણ હોય, અને પ્રમાદિ હોય ત્યાં સમ્યકત્વ જરૂર હોય એટલે સાધન કે હેતુ હોય
ત્યાં સાથે જરૂર હોય. - હવે સાધન દ્વારા સાધ્યને માનનારાને તમે બાળક શી રીતે કહે છે? સાધ્ય સિવાય સાધન હેતું નથી. નિયમ હોવા છતાં બાળક પણું કેમ?
અમે એકલા લિંગદ્વારાએ બાળક કહીએ છીએ એમ નહિ, પણ દષ્ટિ પ્રધાન છે. એટલે શ્રેયાંસકુમારે એક્લા જેવા માત્રથી દાન નથી આપ્યું, પણ વિચાર્યું, અને જાણ્યું. પછી દાન ધર્મ શરૂ થયે. ત્યાગ તે બાર માસથી લે કે એ જે હો પણ કેઈએ દાન ધર્મ ન પ્રવર્તાવ્યું. પણ કહો કે વિચાર અને પરીક્ષાને અવકાશ બીજાને નહોતે મળે. તેમ અહીં ઈદ્રમહારાજે ત્યાગ માટે ભરતને કહ્યું. હવે અહીં ભરત પાસે ઈંદ્ર આવ્યા. કેમ ? અને દીક્ષાદિની વિનંતી કરી. કેમ? કહો કે બાહ્ય ત્યાગ તત્ત્વદષ્ટિ ધ્યાનમાં છે માટે વિચાર વગરના બાહ્ય ત્યાગને નથી જોતા હવે બાળક માત્ર દેખે અને તેથી તેમ કહ્યું, અને તેથી વિચાર કે પરીક્ષા બાળકને હોય, દુનિયામાં નાનાં બચ્ચાં ઢીંગલીને “મારી બહેન કહી ઉપાડી ફેરવે. તે માત્ર બાહ્ય આકારને જ જઈને ફેરવે છે. તેના જીવન કે પ્રાણ લેતાં નથી. તેમ ધર્મની પરીક્ષા કરનાર હોય તે જ બુધ ગણાય.