________________
પડશક પ્રકરણ દર્શન
શક્તિવાળા ગણાય. જેને બેધ, જ્ઞાન, સમજણ, સાધન વગેરે પારકા પાસેથી લેવું છે તે કહે કે “હું શક્તિવાળે છું ” તે દાવે કરે, તે તેને શુભતું નથી. તીર્થંકર મહારાજ સિવાયના બીજા બધા શક્તિ વગરના સમજવા. જેને ભક્તિ રહે તેને જનરલના હુકમને ધ્યાનમાં રાખવાને. સૈનિકની ફરજ જનરલના આદેશ ઉપર રહેવી જોઈએ. જ્યારે આ કર્મરૂપી શત્રુના લશ્કર સામે ચડયા તે જનરલ એવા જોઈએ કે
એમના વચનને તાબે રહું તે જ હું જીતનારે થાઉં” માટે જનરલના વચનને જેટલું આરાધ્ય તેટલે જ ધર્મ
વચન, આજ્ઞા અને હુકમમાં ભેદ વચનને સીધે હુકમ કહેને, સીધી આજ્ઞા કહેને? આજ્ઞા કયારે? જ્યારે ભક્તિભાવમાં આવે અને તેને હુકમ માને ત્યારે આજ્ઞા. બીજી વાત એ છે કે બીજાએ વેદને આજ્ઞારૂપ માને છે, અનાદિ માને છે, કેઈના કરેલા માનતા નથી, તેવાને “વચન શબ્દ ભારે લાગે. બેલાય તેનું નામ વચન. જેઓને સર્વસનાં કહેલાં શાસ્ત્રો માનવાં નથી તેવાને વચન શબ્દ શૂળ જેવું લાગે. તેવાને માટે તેઓને જણાવવું પડ્યું કેવિકાસ એ વેદના વચનમાં જે પ્રમાણે છે તે પ્રમાણે વર્તવાનું.
અહીં આગળ હુકમને સવાલ નથી, પણ પરિણામ દેખાડવાના. આમ કરવાથી આમ પરિણામ આવે, તેમ કરવાથી તેનાં પરિણામ આવે. તેમાં પણ ઈષ્ટ અને અનિષ્ટને સમજે. તે તમને સમજાય તે તેમાંથી ગમે તે કરે. તે ઈષ્ટની પ્રવૃત્તિ કરાવે છે, અનિષ્ટથી નિવૃત્તિ કરાવે છે, પણ તે હુકમ તરીકે નહિ. પણ “આમ કરવાનું પરિણામ આમ આવે, માટે ઈટાનિષ્ણાનુબંધિપણું જણાવવું–તે માત્ર જનશાસનનું કામ છે આમ કરે તે જ ધર્મ, આમ ન કરે તે અધર્મ. વિધિની આજ્ઞા, કે નિષેધની આજ્ઞા કરે તે જ ધર્મ-તેમ અહીં નથી, પણ અહીં તે ઈટાનિષ્ઠાનુબંધિપણામાં છે, તે માટે શ્રોતાઓને હિતમાં પ્રવર્તાવવા અને અહિતથી નિવર્તાવવા માટે “આજ્ઞા શબ્દ ન મૂકે પણ “વચન' શબ્દ મૂકો.