SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ પંચસૂત્રક” કહીને આ શાસ્ત્રને “સત્ ” એવું વિશેષણ લગાવ્યું. શાસ્ત્ર સત્ એટલે સત્ય અને સુંદર. એ શાસ સત્ય એટલા માટે છે કે એની બતાવેલી પ્રક્રિયા જે બરાબર રીતે આરાધવામાં આવે તો તે નિશ્ચિતપણે નિર્વિવાદ તદુક્ત અનંત સુખમય મોક્ષને પમાડે છે. વળી શાસ્ત્ર સુંદર એટલા માટે કે એ જે મેક્ષ માટેની પ્રક્રિયા બતાવે છે તે મને રમ છે, સુશક્ય છે અને સ્વહિત-સાધક સાથે પરહિત-સાધક છે. પરને લેશ માત્ર પણ પીડાકારક નથી. સ્વાત્માનું અહિત હોય કે બીજાને પીડાકારક હોય છે તે અસુંદર પ્રક્રિયા ગણાય. પંચસૂત્રે બતાવેલી મોક્ષ-પ્રક્રિયા એવી નથી. વિચારક પુરૂષો આવી સત્ય અને સુંદર હિતસાધના જ પસંદ કરે છે, અને તેનો આદર કરે છે. સર્વજ્ઞ-અસવજ્ઞ-વચનના બે દાખલા: એમ તે ઘણા ય મોક્ષની વાત તે કરે છે. પરંતુ તે નથી તે હેતી સર્વથા સત્ય કે નથી એની સાધનાપ્રકિયા એકાંત સુંદર. અહીં સર્વજ્ઞવચન અને ઈતર વચનના બે દાખલા લઈએ. શ્રીકૃષ્ણ–વચન : મેક્ષ અને તેના ઉપાયની વાત કરનાર ઈતર શાસ્ત્રમાં એવું સાંભળવા મળે છે કે અર્જુન કૌટુમ્બિક ઝઘડાને લીધે લડવા તૈયાર થયે; છતાં યુદ્ધ ભૂમિ પર “જુગારમાં ગુમાવેલું રાજ્ય પાછું લેવા જતાં, યુદ્ધ કરીને કુટુંમ્બિઓ, વિદ્યાગુરુ તથા અન્ય ગુણિયલ પુરુષનો સંહાર કરવો પડે છે, તે એ યુદ્ધ કરવા કરતાં ભીખ
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy