________________
પરમ ઉપકારી પૂજ્યપાદ આચાર્ય મહારાજ સ્વ. શ્રી વિજયહર્ષસૂરીશ્વરજીને
અર્ચાજલિ
અનાદિ ભવભ્રમણ કરતા મારા અજ્ઞાની આત્માને આપની ભાવદયાની અમૃત વાણી વડે મને વિવેકવાળે કર્યો અને જૈન ધર્મને પરમાર્થ ભાવે સમજાવી જ્ઞાનપ્રકાશ આપવા સાથે સંસારતારક ચારિત્ર ભાવમાં સનાથ કરવા જે પરમાર્થ ઉપકાર કરેલ છે, તેનું ઋણ પૂર્ણ કરવા અસમર્થ છતાં અલ્પાશે આ પ્રકાશન સાદર સમર્પણ કરી ઋણ-મુક્ત થાઉં છું
લિ.
ચરણારવિંદ-ભ્રમર મંગળવિજય