________________
પ્રવજ્યા-ફલસૂત્રમ]
૪૮૫ સર્વથા ઉત્સુકતા ટળે તેજ સુખ સદા અખંડિત ટકે.
સિદ્ધ શિલાનું સ્થાનઃ
એ સિદ્ધ ભગવતે ચૌદ રાજલોકના અંતે સિદ્ધિ નામના સુંદર સ્થાનમાં એટલે કે સિદ્ધશિલાની ઉપર લોકના ઠેઠ મથાળે રહ્યા છે. આ સિદ્ધશિલા ૪૫ લાખ યોજન લાંબી-પહેલી ગોળાકાર સ્ફટિક રનની છે; કેમકે ૪૫ લાખ જનોના અઢી દ્વીપના કેઈપણ ભાગમાંથી આભા કર્મમુક્ત બની ત્યાં જાય છે; અને તે તદ્દન સરળ ગતિએ જાય છે. એટલે એ પ્રમાણે રહેવા ત્યાં સ્થાન જોઈએ ને? એ વચમાં ૮ જન જાડી અને બીજના ચંદ્રની જેમ છેડે જતાં તદ્દન પાતળી હોય છે. એની ઉપરના એક યજનના લેકાકાશમાં છેલ્લા એજનમાં સિદ્ધો રહે છે.) જ્યાં એક સિદ્ધ છે, ત્યાં તેજ આકાશપ્રદેશના ક્ષેત્રમાં નિયમ બીજા અનંતા સિદ્ધ ભગવાન છે, કેમકે જગ પરિમિત છે, અને સિદ્ધ અનંતા થયેલા છે. એ સાંસારિક ભવને અત્યંત ક્ષય કરી નિત્ય મુક્ત થયેલા છે, અને સર્વશુભને પામી એકાંતે સુખી બનીને અરૂપી હાઈ એકબીજાને જરા ય નડતર કર્યા વિના ત્યાં રહેલા છે.
સિદ્ધિગમન કેવું ? તુંબડાનું દૃષ્ટાન્ત
પ્ર-અહીં સકલ કર્મને જ્યારે ક્ષય થઈ ગયો, ત્યારે અહીંથી એમને લેકાંતે કેણે પહોંચાડ્યા ?
ઉ૦-આઠ જાતની માટીના લેપથી લેપાઈ, પછી પાણીમાં નખાઈ, તળીએ રહેલું તુંબડું જેમ માટીને સર્વ લેપ નીકળી જતાં સહજ ઉપર આવવાના સ્વભાવવાળું છે, તેમ તુંબડા વગેરેના દષ્ટાંતે આઠેય કર્મથી રહિત બનેલા જીવનું પૂર્વ પ્રયોગને