________________
૪૪૨
[ પંચસૂત્ર-પ' કરાવાની સ્થિતિ ! (૮) કર્મોદયને પરાધીન દશા અને તેથી જ વિભાવદશા! (૯) મેહમૂઢતા એવી કે જાતનું જ જ્ઞાન ન મળે, અને તેથી સુખ-બુદ્ધિએ દુઃખના જ ઉપાયમાં પ્રવૃત્તિ !” અહાહા ! કેવી દારૂણ દુઃખદ દશા !
પણ હવે આ દુર્દશામય સ્થિતિને મૃત્યુઘંટ વગાડનાર પ્રકાશને પંથે' મળ્યા પછી શા સારૂ એ હૃદયંગમ મેક્ષને માર્ગ સાધવા સિવાય બીજું કાંઈ કરવુંજ ? મહેનત તે આમે ય ક્યાં ઓછી છે? મહેનત તે તે કરવી કે જેના પરિણામે આત્મા એ જ જાળથી મુક્ત થઈ એથી ઉલટું પ્રગટપણે, સદાસિદ્ધ, સદાશિવ, મંગળમય, અક્ષય, અશુભાતીત, શુદ્ધસ્વરૂપી, સ્થિર-અકિય, સ્વાધીન, અને ૯ અનંત જ્ઞાનાદિમય બને.
સૂત્ર:-રવી સત્તા ધિંથસંડાળા, કાંતવારિકા, જા, सव्वबाहाविवज्जिआ, सव्वहा निरविक्खा थिमिआ पसंता।
અર્થ - એ સિદ્ધનું) અસ્તિત્વ અરૂપી છે, તેવા તેવા સંસ્થાન વિનાનું છે, અનંતવીર્ય સંપન્ન છે, સમાપ્ત પ્રજનવાળું છે, સમસ્ત બાધારહિત, સર્વથા નિરપેક્ષ અવ્યાકુળ અને પ્રશાંત છે.
વિવેચન-આવી સિદ્ધ અવસ્થા પ્રગટ્યા પછી આત્મા કઈ શબ્દ,રૂપ, રસ, ગંધ, સ્પર્શ સ્વરૂપ નથી; કેમકે શબ્દાદિ તે જડપુગલના ધર્મ છે. પહેલાં આત્મા પર મૂળ સ્વરૂપે નહિ કિન્તુ જડ કર્મ અને શરીરના સંબંધને લીધે ઉપચારથી શબ્દ, રૂપ વગેરે હતા, પણ આત્મા હવે તે દંડસંગથી (જડના અનુવેધથી) અત્યન્ત મુકાએલો છે, તેથી શબ્દાદિ સ્વરૂપ નથી.
ત્યારે શું આત્મા શૂન્ય છે? ના, આત્માની અરૂપી સ્થિતિ