________________
૪૩૧
પ્રવજ્યા-પરિપાલન ] પણ થાય છે કે “પર” એટલે કે શ્રેષ્ઠ એવો અર્થ” યાને પ્રજન, તે છે મેક્ષ. પરંતુ પ્રસ્તુતમાં એ અર્થ સંગત નથી. કેમકે પાછું “પર” એવું વિશેષણ પડ્યું છે તે નિરર્થક ઠરે; તેમજ આગળ “બીજબીજાદિક-સ્થાપન દ્વારા ” એમ કહે છે તે બીજા જીની અપેક્ષાએ જ સંગત થાય. માટે અહીં “પર” એટલે બીજા છ જ લેવા છે. તે સ્પષ્ટ કરવા ટીકાકાર મહર્ષિએ પરાર્થને અર્થ “સવાર્થ “ કર્યો, એ સંગત થાય. અસ્તુ.
સાધક પ્રધાન પરાર્થે સાથે તે “સયા તસ્કુસલ અર્થાત આવડત વિના નહિ, પણ સદા પરાર્થ–સાધનામાં કુશળ રહીને. જ્યારે જ્યારે સામે જે જે જીવ આવે, એનું કેમ હિત થાય એ ત્યારે ત્યારે તે તે જીવની ગ્યતા, કક્ષા, સમજીને તદનુસાર હિતને સધાવવામાં કુશળતાવાળો રહીને પરહિત સાધે.
બીજબીજાદિ-સ્થાપન કેવી રીતે ?
એ પરાર્થ સાધે તે પણ “તેહિં તેહિ પયારેહિં... બીજબીજાદિઠાવણેણં અર્થાત શાસન-પ્રભાવક તે તે પ્રકારે વડે બીજ બીજાદિના સ્થાપન દ્વારા. અહીં “બીજ”=મક્ષબીજ સમ્યકત્વ. તેનું “બીજ’=તેને આકર્ષના શાસન પ્રશંસા આદિ. આદિપદથી જિનક્તિ ધર્મની અભિલાષારૂપી અંકુર, એ ધર્મનું સમ્યફ શ્રવણ વગેરે. વિશિષ્ટ ઉપદેશદાનથી, યા સ્વંય વિશિષ્ટ તપ સાધવાથી, અથવા જિનેક્ત તવના સ્થાપક વાદથી, કે શાસનપ્રભાવક પ્રતિષ્ઠાદિ સંઘયાત્રા સામુહિક તપ-અનુષ્ઠાન વગેરેથી બીજા ને જિનશાસન પ્રત્યે આકર્ષણ થાય; “અહો કે સુંદર ધર્મ !' વગેરે પ્રશંસા થાય, એ એમનામાં બીજબીજ=સમ્યકત્વરૂપી બીજનું બીજ પડયું બીજન્યાસ થયો કહેવાય.