________________
પ્રવ્રયા-પરિપાલન]
૪૨૫
નિમિત્તના મલિન ભાવોથી વિરમેલું સ્વચ્છ મન ધર્મસાધનાને જીવન-સર્વસ્વ માની એમાં પરેવાય છે, એકાકાર થાય છે. એ સાધના શુદ્ધ ધર્મ સમજની પરિણતિવાળી હાઈ સમ્યજ્ઞાનયુક્ત કહેવાય. પાંડિત્ય એ સમ્યજ્ઞાન નથી, કિન્તુ ડી પણ શુદ્ધ વસ્તુ-સમજ અંતરમાં પરિણામ પામે એ સમ્યજ્ઞાન છે. ભાવ યાને સ્વચ્છ શુદ્ધ અંતઃકરણ એવી પરિણતિવાળી જ ધર્મસાધનામાં પ્રવર્તાવે છે.
સમ્યફ સાધનામાં વિશ્ન કેમ નહિ ? –
આ શુદ્ધ મનથી પ્રેરિત સમ્યધસંપન્ન સાધનાને એ પ્રભાવ છે કે એમાં પ્રાયઃ વિધ્ર હેતું નથી; કેમકે આ પ્રસ્તુત સાધના-પ્રવૃત્તિમાં સમ્યગૂ ઉપાયને ઉપયોગ થયો હોય છે. સમ્યગૂ ઉપાયે કયા ? એ જ પૂર્વે કહેલા ચતુ શરણગમન -દુષ્કૃતગર્તા-સુકૃતા સેવનથી માંડી ગુણબી જાધાનાદિના પાયા પર ઊભી થયેલ પ્રવયામાંના નિરાશંસ વિશુદ્ધ ચરણ, મહાસત્ત, સમશત્રુમિત્રતા, આગ્રહરહિતતા, પ્રશમ, સમ્યક્ દ્વિવિધ શિક્ષા, ગુરુ-બહુમાન-પ્રતિબદ્ધતા, મંત્રવત્ કૃતપાસના વગેરે. આ ઉપાયે પગભર હોય ત્યાં વિધ્ર શાનું આવે ? . પ્ર-વિઘ તે કઈ પૂર્વના તેવા અશુભ કર્મને આધીન હેઈ, સંભવ છે કે સાધનાની આડે કાં ન આવે ?
ઉ૦-અલબત્ બહારથી વિહ્વરૂપ દેખાતા સંગો ઊભા થાય એ સંભવિત છે, કિન્તુ સતત સમ્યગૂ ઉપાયમાં પ્રવર્તમાન સાધકને એની આંતરિક સાધનામાં કશો બાધ કરી શકતા નથી. સાધના અખંડ ચાલે છે. અરે ! વિશેષ કુતિંબંધ સાધના ચાલે છે. એટલે વિધ્ર તરીકે એણે કશું કામ કર્યું નહિ. સંગમદેવે