________________
૩૫૮
[ પંચસૂત્ર-૪ જ્ઞાન એ તે આત્મસંશોધક ઔષધ છે, રસાયણ છે, ત્યારે આશંસા એ કુપથ્ય છે, રેગ વધારે મેલ છે, કચરે વધારે. જગતમાં જ્ઞાન વિના આત્માના કચરા કેણ સાફ કરે ? ત્યારે એ મળ્યા પછી પણ જે કચરા વધારાય તે એ કેવી મહાન મુ ખંઈ થાય ? માટે આશંસા ત્યજવી.
વળી જગતની કોઈ પણ વાતની સ્પૃહાથી રહિત બનવામાં એ લાભ છે કે સૂત્ર ભણવામાં પછી જડ સ્વાર્થની દષ્ટિ નથી રહેતી. નહિતર તો, “હું જલદી સારે વિદ્વાન તૈયાર થઈ જાઉં, પગભર (સ્વતંત્ર) થઈ જાઉં, બહાર નામ કાઢું,” વગેરે લાલસા રહેવાથી આત્મહિત, સાચી ગુરુસેવા, અને ગુરુ સમર્પણ ભૂલાય છે. ધાર્યું આવડે તો ગુમાન થાય છે, એાછું આવડે તે દુર્ગાન થાય છે. ગુરુની સગવડતાને બદલે પોતાની જ અનુકૂળતા જવાનું બને છે. નિરાશંસ ભાવમાં એ કાંઈ પંચાતી રહેતી નથી. કેમકે વર્તમાન કે ભવિષ્ય માટે કઈ લૌકિક ધારણે જ ઘડી રાખ્યા નથી. સાથે, મેક્ષની તીવ્ર અભિલાષા જાગ્રત રહેવાથી સૂત્રાધ્યયન ખૂબ ઉલ્લાસ અને ધીખતા ઉદ્યમથી થાય છે; પણ એમ નહિ કે “થશે ધીમે ધીમે; શી ઉતાવળ છે?” ભવવાસ પર ભારે ખેદ છે, મેક્ષના શાશ્વત સુખ, સ્વાતન્ય અને તદ્દન વિશુદ્ધ આત્મસ્વરૂપની જ એક ભૂખ છે, ઉતાવળ છે, તેમજ જિનાગમ એ જ એક એને ઉપાય દેખે છે, માટે આગમસૂત્રના અધ્યયનમાં લયલીન બને.
(૫) સમ્યકુ વિનિયે સૂત્રા-સ તમે સદવ, તો તમે નિરંગરૂ. થીf सासणं । अण्ण्हा अणिओगो, अविहिगहिअमंतनाएणं ॥