SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ [પંચસૂવ-૪ કાચી, તેથી જાતે જ દબાયે, છતાં હજી આગ્રહને વશ વાંક પુણ્યને નહિ પણ મલિન હદયથી વાંક જગતને જુએ છે. જેમ મૂર્ખ માણસ ગામનું બળતું જુએ, પણ પિતાના પગ નીચે બળતું નહિ જુએ; એમ આગ્રહી લોક જગતને પ્રપંચ, જગતનું અભિમાન એ વગેરે જોશે, માત્ર પોતાના એના એ જ છતા પણ અવગુણે નહિ જુએ. અને ધારે કે એ કષાયની પકડમાં પકડાયે છે, ને તેમાં પોતાનું ધાર્યું થઈ ગયું. તે કહેશે, “આવી રીતે જ બધું કરવું જોઈએ. મહે ને તું કીધું કે આમ કરીએ તે જ નભે? આમ પકડ જ વધવાની, આગ્રહ વધવાને, તેથી જૂના દે તે જીવંત રહેવાના, પણ સાથે નવા દે પણ પગભર થવાના ! આમ આગ્રહ એજ મહાદુઃખ છે. એ ન હોય, તે કાં ક્રોધ-માનાદિ કષાયે કરતે નહિ, અને થઈ જાત તે “ક્યાં કશું આપણે સાથે લાવ્યા છીએ ?” એમ વિચારી કષાયથી પાછા ફરત. એમ મિથ્યા કલ્પનાને આગ્રહ પણ બેટે છે. એમાં ય માર્ગ ભ્રષ્ટ થવાય છે. જમાલિને આગ્રહ બંધાઈ ગયે કે “ શિષ્ય સંથારે પાથરવાનું કામ પૂરું કર્યું નથી અને એ કેમ કહે છે કે સંથારે થયે ? માટે કાર્ય થતું હોય ત્યારે થયું કહેવાય નહિ.” આ આગ્રહમાં જમાલિ સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયે, અને એને સંસારકાળ વધી ગયો ! મહાવીર પ્રભુની પુત્રી અને જમાલિની પત્ની પ્રિયદર્શને સાધ્વી થયેલી, તે પણ એની પાછળ આગ્રહમાં પડેલી; પરંતુ શકડાલ શ્રાવકે એને સાડાને સહેજ છેડો સળગાવતાં એ બોલી “અરે ! આ શું કરો ? આ મારે સાડા સળગ્યો?” ત્યારે શકટાલ કહે છે એમ કેમ કહેવાય?
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy