________________
૨૮૬
[ ૫'ચસૂત્ર-૩
તે ઘણી જ કરી, પણ એથી જીવની કાંઈ સિદ્ધિ થઇ નહિ. નહિતર હજી સુધી આપણે મેક્ષને બદલે સ`સારમાં કેમ હોત? અરે! મેાક્ષની નિકટતાય કેમ ન દેખાય ? જીવને પ્રાપ્ત કરવા ચેાગ્ય સિદ્ધિ જ છે; કેમકે સિદ્ધિમાં જન્મ, જરા, મૃત્યુ વગેરે કાંઇ પીડા જ નહિ. આ વાત સૂત્રકાર કહે છે, ‘ન ઇમીએ જન્મા, ન જરા.....
પ્ર॰- મેાક્ષમાં શું સુખ ? જ્યાં મજેનું ખાવાનું નહિ, પીવાનું નહિ, વાડી-બંગલા માલ મિલ્કત નહિ, એશઆરામ નહિ, પ્રેમાળ સ્નેહી કુટુબ નહિ, તેથી શે! લાભ ? શું સુખ ? શે! આનંદ?
૯૦-બીજા અનેક ત્રાસની વાત તેા શી કરવી ? પરંતુ એક મૃત્યુની માત્ર આગાહી જો કાઇ વેદ કે જોષી કરે, તેા પણ તે જીવને ડગલે ને પગલે અકળાવી નાખે છે, તે જ્યાં કદિ મૃત્યુ જ નથી ત્યાં કેટલી શાંતિ ? જન્મનો ત્રાસ તમને ગમે છે ? ઇષ્ટની ઇચ્છા થઇ, અને તે મળે નહિ, કે મળેલું દૂર ભાગે તેા ખેદ થાય છે ? અનિષ્ટ આવી પડે તે મુંઝાએ છે ? ભૂખતરસથી વારવાર પીડાએ છે ? પરાધીનતાનું દુઃખ લાગે છે ? આધિ, વ્યાધિ, વૃદ્ધપણું નથી ગમતા ને ? તે આ બધું જ્યાં નથી તે મેાક્ષનુ` કેવું અને કેટલું અનુપમ સુખ ! ત્યાં શરીરમાં કેદ પુરાવારૂપ જન્મ જ નથી, એટલે પ્રાણુનાશરૂપ મૃત્યુ પણ નથી, વયની હાનીરૂપ ઘડપણે ય નથી. ઇષ્ટનો વિયેાગ નથી, કારણ કે ત્યાં અનંત સુખ શાશ્વત છે. વળી ઇચ્છાનુ કે રાગનું નામ નથી એટલે ઇષ્ટ શું? તેમજ શરીર-ઇન્દ્રિય-મન નથી તેથી અનિષ્ટે ય કાંઇ જ નથી. અનુભવ છે કે અનિષ્ટ બધું શરીર-ઇન્દ્રિય