SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ [પંચસૂત્ર-૩ તેથી એ ધર્મસાધક ઉપાય નથી. ધર્મ પામવામાં ય પરને પીડા થાય એવો પ્રયત્ન અકુશળ છે (અશુભ) છે. અર્થાત્ સાંસારિક સ્વાર્થના કાર્યોમાં પરને દુખકારી એ યત્ન તે અશુભ છે જ, કિન્તુ ધર્મ પ્રાપ્તિ માટે ઉદ્યમ પણ જે પરને પીડા કરીને થતું હોય, તે તે પણ અકુશળ છે; અને અકુશળ પ્રયત્નથી કદિ ય કોઈનું હિત થયું નથી, તેથી પર-સંતાપને ત્યજે. સૂત્ર–મણૂદિયુદ્ધ હિં િપરિદિના ગાપિચરે ! उभयलेोगसफलं जीविअं, समुदायकडा कम्मा समुदायफलत्ति । एवं सुदीहा अविओगे।। અર્થ:-નહિ બુઝેલા માતાપિતાને કેઈપણ રીતે પ્રતિબોધ પમાડે. (કહે) જીવતર તે ઉભય લેકની સફળતાવાળું હેય. (વળી) સમૂહે કરેલ કર્મ સમૂહગત ફળ આપે છે. માટે એ રીતે (આપણે) બહુ દીર્ઘકાળ સુધી વિગ નહિ થાય. વિવેચનઃ-હવે બીજે તે પર-સંતાપ સાધુપણું લેવા તૈયાર થયેલા આત્માથી થાય એવું પ્રાયઃ સંભવતું નથી પણ માતાપિતા કદાચ ન બુઝેલા હોય, તો તેમના મનને વિયેગને સંતાપ થવા સંભવિત છે. આ સંભવિત સંતાપને દૂર કરવા માટે શું કરે? ન બુઝેલા માતાપિતાને સંસારત્યાગ માટે કઈ પણ રીતે પ્રતિબંધ કરે. આ સૂચવે છે કે જે જીવ તામસ નહિ પણ સર્વ-પ્રકૃતિને યાને અત્યંત સાત્વિક અને પુણ્યશાલી તથા તત્ત્વાનુસારી હોય, તે તેની સાધુધર્મપરિભાવનાની ચર્ચા અને ગુણોના પ્રભાવે તેના માતાપિતા બુઝયા વગર ન રહે. “મહાસત્વ એ અપૂર્વ અને અદ્દભુત વસ્તુ છે. મહાસાત્ત્વિક વિરાગીનું જીવન તપાસવામાં આવે, અને તેની દિનચર્યા
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy