SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ પૂર્વક અને કહેલ અચિની અભિલાષા આપી ઔષધન આ ચિતવનામાં ધ્યાન રાખવાનું કે સાધુધર્મરૂપી ઔષધનું અતિ મહત્ત્વ ચિતવ્યા બાદ એની અભિલાષા-પ્રાર્થના-આશંસા કરવાની. તે પૂર્વે કહેલ અરિહંતાદિ પરમેષ્ઠીને નમસ્કાર કરવા પૂર્વક કરવાની. સૂત્રકારે “નમો નમિઅનમિઆણું.... વગેરે નમસ્કાર કરીને પછી જ આશંસા કરવાનું કહ્યું છે. મંગળ માટે અને ઔચિત્યપાલ તરીકે એ જરૂરી છે, જેથી બાધક કર્મ તૂટતા જઈ એ આશંસા શીધ્ર સફળ થાય. નમસ્કાર-વિનય–સેવા–આજ્ઞાંકિતભાવ, એ બહુ મોટી ચીજ છે. માટે સૂત્રકાર સાધુધર્મની પરિભાવનામાં આટઆટલું કરવા-ચિતવવાનું ફરમાવી હવે કહે છે કે આ સાધુધર્મ પામેલાના “અવવાયકારી” બનવું, અર્થાત્ એ ધર્મ સેવનારા મુનિપુગને પગે પડતા રહેવું, યાને એમને બહુમાનભર્યો નમસ્કાર, એમને વિનય, એમની સેવા અને એમની આજ્ઞાંકિતતા બરાબર સાધતા રહેવું. પૈસાને અર્થી એ જ રીતે શ્રીમંતને આરાધતે રહે છે, ત્યારે પૈસા પામે છે. સુત્રત શેઠ વગેરે એ જ રીતે સાધુ મહાત્માના ઉપાસક બની ચારિત્રમેહનીય કર્મનો નાશ કરવા પૂર્વક સાધુધર્મ પામ્યા. સૂત્રકાર કહે છે કે આ તીવ્ર પ્રણિધાન પૂર્વકનાં વારંવાર ધર્મજાગરણ-ચિંતન અને સાધુ સેવન એ મેહને છેદવાને મુખ્ય ઉપાય છે. કેમકે સર્વવિરતિચારિત્ર સંયમના અધ્યવસાય-સ્થાનકની પૂર્વભૂમિકારૂપ અતિ સુંદર અધ્યવસાયોને પિદા કરે છે, તે જરૂર ચારિત્રમેહનીયને તેડતા આવે. માટે જ સૂત્રકાર આ રીતે ઉપસંહાર કરે છે,
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy