SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ મારું કુળ ખાનદાન, મારા ગુરુ ઉત્તમ.' એ પછી આ પણ ધ્યાન રહ્યા કરે કે “વ્રત-નિયમ-આચારમાં મારે કઈ વિરાધના-ખલના તે નથી થઈને ? અગર થવાની શરૂઆત તે નથી ને ?” આત્મામાં વ્રત પાળવાની દઢતા છે, અને એ શ્રેષ્ઠ ભાવનાઓમાં રમવા સાથે વ્રતને ઘણીજ સાવધાની પૂર્વક પાળવાની કાળજી રાખે છે, તથા સફેદ કપડા ઉપર ડાઘ ન લાગવા દેવાની જેમ વ્રતને દૂષણ ન લાગે તે પ્રમાણે શાએ ફરમાવેલી વિધિથી દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની મર્યાદાઓ સાચવીને તેને જે આચરનારો હોય છે, તે કહી શકે કે મને વિરાધના લાગતી નથી. છતાં ય તે ન ભૂલે કે, કેઈ કાળે જે જરા પણ રાગદ્વેષનું જેર થતાં ધર્મભાવનાની શિથિલતા કે પ્રમાદ આવશે તે આખાય ધર્મસ્થાનને પ્રાસાદ ડગમગશે અને કદાચ નાશ પણ પામશે. માટે જ તે અસદુ યાને પતન કરાવનારા આલંબનથી દૂર રહીને વિરાધનાદિથી બચી તેને પાળે. સાથે,–આ વિચારે કે “અહો ! જગતમાં સમકિત, વિરતિ વગેરે ધર્મસ્થાન સિવાય શું સાર છે? એ જ પોતાની ચીજ છે, કેમકે ભવાંતરમાં મૂડી-સંપત્તિ તરીકે એ જ સાથે આવે છે. એ જ સુંદર પરિણામ લાવનારું હેવાથી જીવને કલ્યાણરૂપ છે. બાકી ધન-ધાન્ય, સંપત્તિને હેર, ઇદ્રિના વિષયે, વહાલું કુટુંબ, મિત્ર-પરિવાર, માનપાન, સત્તા, સામ્રાજ્ય કે વૈભવવિલાસે એ બધું જ અસાર છે, અંતે ફજુલ છે, દગાખોર છે, અને વિશેષ કરીને અવિધિ-અન્યાયથી મેળવ્યું-ભોગવ્યું એ પરિણામે વિપાકમાં કારમાં કટુ દુઃખદ ફળને આપનારું છે.
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy