________________
૨૨3
કલેશકારી હય, દા. ત. રગડેઝગડે, ખુનસવાળી શત્રુતા, કલેશભર્યા વેપાર-વહેવાર વગેરેને વિચાર ન કરે. અગ્નિશર્મા ગુણસેન રાજા પ્રત્યેને વૈરના વિચારમાં એને ભવભવ મારી નરકગામી બનતે ગયે. અંતે અનંત સંસાર રખડ્યો. જે ભવિષ્યમાં બહુ દુઃખ-અનર્થકારી હોય, દા. ત. કાન વિધવાદિ કૂર ખરકર્મ, કર્માદાનના ધંધા, સાત વ્યસન વગેરે, એના વિચાર પણ ન કરવા. અંગારમર્દક આચાર્ય કેલસીને જીવડા સમજી એને કચરવાના વિચારથી મરીને ઊંટ થયે. સાગરચંદ્ર શેઠ માલ-વેપાર વગેરેના રાતદિવસ વિચારમાં મરીને જિતશત્રુ રાજાને ઘેડે થયે. સારાંશ, આવા સમારંભેના વિચાર ન કરવા. કેમકે એથી ચિત્ત મલિન, તામસી બને છે, શુભ વિચારો માટે અશક્ત બને છે.
(૨) પરને લેશ પણ પીડા કરવાનું ચિંતવવું નહિ. કેમકે પરને પીડા એ પાપોપાર્જન દ્વારા પરિણામે પોતાને જ પીડારૂપ બને છે. પરપીડાને વિચાર નરકદાયી સૈદ્રધ્યાનમાં તાણી જાય છે. શ્રાવક તે જીવે પર મૈત્રીભાવ-દયાભાવથી ભરેલો કમળ દિલને હાય, એ બીજાને પીડવાનું શાને ચિંતવે ? પિતાને મારનાર દુશમન પર પણ ક્ષમા વરસાવાની. એના પર એને સ્વપ્ન પણ ક્રૂરતા કયાંથી ફુરે? માતાને રાજી કરવા લેટના પણ કૂકડાને મારવાના ચિત્ત-પરિણામથી યશોધરાના પૂર્વ ભયંકર દુઃખદ તિયચ-અવતારે થયા.
(૩-૪) વળી શ્રાવક, કાંઈ ધાયું” ઈષ્ટ ન થયું કે અનિષ્ટ થયું તે, મનમાં દીનતા ન ભાવે, મન નિસાસા-ગરીબડાપણુંએશિયાળાપણું વગેરે ન અનુભવે. મનમાં જરાય ઓછું ન