________________
૨૧૫
પછી એમાં રોગવર્ધક કેડ સેનિયાની સંપત્તિ, ૮ અપ્સરાસમી
ઢા અને ઘરવાસ મૂકવા પડે તે મૂક્યા. કલ્યાણમિત્ર સુધર્માગણધર પાસે જ શિષ્ય બની ગુરુએ કહ્યા બરાબર ચારિત્રરૂપી ચિકિત્સાપ્રગ આદર્યો. તે અંતે કેવળજ્ઞાન અને મિક્ષરૂપી ભાવ-આરોગ્ય પ્રાપ્ત કર્યું.
(૩) એમ, કોઈ નિધન, ઘરબાર રેજગાર વિનાને રાજ્યથી દંડાયેલ અને ભૂખે મરતા કુટુંબવાળો બની ગયો હોય, એને કેઈ રાજમાન્ય મહાન શ્રીમંત મળી જાય, જે એને કહે તું જરાય ચિંતા ન કરીશ, આવી જજે પેઢી પર, તારી બધી આફત ગઈ સમજ,” તો એના કેટલા અથાગ બહુમાન અને ભારે પરિશ્રમની તૈયારી સાથે પગ પકડે? એજ રીતે આત્મસંપત્તિએ નિર્ધન જીવે કલ્યાણમિત્રને અનુસરવાનું છે. અલબત એની નિઃસ્વાર્થ શુદ્ધ કલ્યાણમિત્રતા જોઈએ; પછી તે કેમ? તે કે પેલા શ્રીમતની જેમ એ રાત કહે તો રાત, દહાડો કહે તે દહાડે, જે રીતે જે કે જ્યારે જ્યારે કરવાનું કહે, તે રીતે તે તે વસ્તુ ત્યારે ત્યારે ભારે ઉલટથી આદરે, ઘોર શ્રમ અને કષ્ટ ઉઠાવે, ભારે ભોગ આપે, કશું પ્રતિકૂળ ન ગણે. ગુણસેન રાજાને બહુ મોટી ઉંમરે કલ્યાણમિત્ર વિજયસેન આચાર્ય મહારાજ મળ્યા, એમની વાણી સાંભળતાં પિતાની નિર્ધન ધર્મવિનાની સ્થિતિ સમજાણી, પછી તે એણે એમના એવા ચરણ પકડ્યા કે જીવન ધર્મથી રંગાઈ ગયું! તે એવું કે સહેજ કેઈની મશાનયાત્રા જોતાં વૈરાગ્ય વધી જવાથી રાજ્ય પુત્રને સોંપી તરતજ ઘરમાં ત્યાગી બની બેસી ગયા, અને રાતના દુશ્મન અગ્નિશર્મા દેવને અગ્નિ-ધીખતી રેતીમાં શેકાઈ બળી જવાને