________________
૧૫૩
એ ભૂલ્યા તે સંસારે રુલ્યા.
૩. સુકૃત-આસેવન પ્રાસંગિક વસ્તુ સાથે દુષ્કૃતગહને વર્ણવી. હવે પાપ-પ્રતિઘાત અને ગુણ–બીજાધાનને ત્રીજો ઉપાય સુકૃત-આસેવન વર્ણવે છે.
સૂત્ર-સંવિ કાસરી સેમિ સુજs, agોમેમિ સદઉં अरहताणं अणुट्ठाणं, सव्वेसि सिद्धाणं सिद्धभावं ।।
સંવિગ્ન બનેલે હું યથાશક્તિ સુકૃતને સેવું છું.' સંવિગ્ન એટલે સંવેગવાળો, એટલે કે મોક્ષ અને મોક્ષમાર્ગને અથી. એવું છું” ઉપરાંત અનુદું શુ? સવે અરિહંત પરમાત્માના ધર્મદેશના વગેરે ઉત્તમ અનુષ્ઠાને, સર્વ સિદ્ધોની સિદ્ધ દશા. આગળ, કરણ-કરાવણ અને અનુમોદનને સમાન ફળ આપનારા કહેવાના છે. તે અહિં સૂત્રકારે ઉચ્ચ અનુષ્ઠાનોને અનુમોદવાને જાણે સ્વયં કરવા રૂપે કે મહાન લાભ બતાવ્યો ! ત્રિકાળના અનંત જિનેશ્વર દેના અનંત દુષ્કર અનુષ્ઠાન આપણે આચરતે શું ગજું? પણ એ અનુષ્ઠાનની અનમેદના દ્વારા એ અનુકાનને કરવા જેટલો લાભ !
અરિહંતને અનુષ્કાને કયા ? આઃ – શ્રેષ્ઠ અપ્રમત્ત સંયમ, ઉગ્રવિહાર, ઘોર તપ, પ્રચંડ પરિસહજય, ભયંકર ઉપસર્ગોમાં લેકેત્તર સહિષ્ણુતાથી દઢ હદયે ધ્યાન, કૂર કર્મથી નિર્દયપણે પીડાતા જગતને તારક ધર્મને ઉપદેશ, ભવ્ય જીવોને ચિંતામણિથી ય અધિક શ્રુત-સમ્યકત્વ-દેશવિરતિ અને સર્વવિરતિનું દાન, સંયમ-પ્રેરણા...વગેરે વગેરે. આવાં એક એક અરિહંત પ્રભુના કેટલાએ સર્વસુંદર અનુષ્ઠાન (ક્રિયાઓ) ! ધન્ય જીવન !