________________
સર્વ ઋદ્ધિની પ્રાપ્તિમાં, અને સર્વ મનોરથ સિદ્ધ થવામાં જેવું સુખ તેથી અનંતગણું સુખ સર્વ ભાવશગુરાગાદિક્ષય સર્વ કર્મનાશ અને સર્વજ્ઞાનાદિ સહજ ગુણની સિદ્ધિમાં અનુભવાય. ત્યાં હવે ઈચ્છામાત્રને અંત આવી ગયે હાઈ કઈ દુઃખને સ્પર્શ સરખે નથી. આવું તાત્વિક ભાવનું લેકોત્તર અતિ સુખ આશા પાર કરી ગયેલ સર્વજ્ઞને જ સમજાય. એ સુખ વ્યક્તિગત નવું પ્રગટી શાથત્કાળ રહેનારું છે, પરંતુ સર્વ સિદ્ધોની અપેક્ષાએ ગંગાપ્રવાહની જેમ એ અનાદિ અનંત છે. મિથ્યાદર્શાવાળા મોક્ષ પામેલાને પણ પાછા અવતારી પરમેશ્વર માને છે પરતું તે વાંઝણીના પુત્ર જેવું અસત્ છે.
અનેક હેતુ-દષ્ટાંતથી ભરેલ આ પંચસૂત્ર સર્વ શાસ્ત્રોમાં સર્વોપરિ છે. એ અનાદિ અજ્ઞાનીઓને પણ આવા વિકટ સમયમાં પણ સુલભ બોધિ કરવા અર્થે આ સૂત્ર આગમાનું દહન કરી અતિનિપુણ ભાવે રચેલ છે. તે ભવભીરુ આસન્નસિદ્ધિક એવા ઉત્તમ પાત્રને જ દેવાય એવી અંતે ભલામણ કરે છે. રોગીને ભારે ભજન અને કાચા ઘડામાં પાણીના દષ્ટાંતે અપાત્રને ન દેવામાં એની દયાળુતા દેખાડી છે. સાચી દયા તે જ કે જે સામાને વધુ અનર્થ ન કરે. અપાત્રને આવું શાસ્ત્ર જાણવા પર એના ગંભીર ભાવે પ્રત્યે હાંસી અવગણનાદિ થાય એ એને મહા અનંથ સર્જે છે. પરમ ગંભીર તત્વભર્યા શાસ્ત્રની શ્રદ્ધા પાત્ર ઉત્તમ જીવને જ થાય. માટે આનું આરાધકભાવે મનન કરી જીવન પાવન કરવા ત્રણ લોકના નાથ તીર્થંકરભગવંતોના બહુમાનમાં સિદ્ધ સાધક બને એજ ભાવદયા સફળ છે.
હવે ઍહીં કિંચિત ગુણાનુવાદ કરીએ.
ગ્રંથપ્રકાશનમાં ઉપકાર કરનારાઓને ધન્યવાદ -
આ પંચત્ર ઉપર પૂર્વે અનેક વિદ્વાનેએ ગુર્જર અનુવાદ કરેલ છે. પરંતુ તેનું વિશદ વિવેચન તે