SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ શ્રદ્ધાળુને જગતની ઋદ્ધિસિદ્ધિ આપનારાં કર્મ પણ આત્માના કલંકરૂપ ભાસે છે. કર્મ–કલંકને દૂર કરનારા જીજ ખરેખર મહાવીર અને વિક્રમશાળી છે, કેમકે કમને અહિંસા સંયમ તપથી, સર્વનાશ કરવાનું કાર્ય અત્યંત કપરું છે. કર્મ જવાથી પણવાલાહા સર્વ પીડા, નડતર, વગેરે અત્યંત નાશ પામી હેવાથી, શ્રી સિદ્ધો સર્વથા બાધારહિત બનેલા છે. એ સર્વ પ્રકારની ઊંચીનીચી વિષમતો, સ્વરૂપ–હાનિ, વિભાવ, વગેરેથી પર છે. અર્થાત્ એ શરીર, કર્મ આદિથી તદ્દન રહિત હેવાથી એમને યશ-અપયશ, માન-અપમાન, શાતા-અશાતા, ઈષ્ટ-અનિષ્ટ વગેરે વિષમતા નથી; નિજનું અનંતજ્ઞાન-સુખાદિમય સ્વરૂપ પૂર્ણ ખીલ્યું હઈ સ્વરૂપ હાનિ નથી; તેમજ રાગ-દ્વેષ-અજ્ઞાન હાસ્ય-ભય-દીનતા-મદ-માયા-કામ ક્રોધ વગેરે વિભાવ નથી. આવા સિદ્ધ પ્રભુને હું શરણે જાઉ છું, એમ સમજીને કે “કમ છે ત્યાં સુધીજ બાધા અને વિષમતા છે. નિબંધ સ્થિતિ માટે નિષ્કર્મ સ્થિતિ જોઈએ; તેથી બાધાથી આકુળ વ્યાકુલ થવા કરતાં કર્મથી જ આકુલ વ્યાકુલ થઈ કર્મના અંતનો યત્ન કરું.” વળી શુદ્ધ સ્વરૂપવાળા બનેલા શ્રી સિદ્ધો ન્યાય દર્શનના કહેવા મુજબ અજ્ઞાન નથી, પણ “કેવળવરનાણુદેસણુ ” ઉત્તમ કેવળ(સંપૂર્ણ)જ્ઞાન અને કેવળદર્શનને ધરનારા સર્વજ્ઞ અને સર્વદશી છે. કેમકે જ્ઞાનદર્શન તે આત્માનો સ્વભાવજ છે. તેથી તે એ ચેતન છે. નહિતર એનું ચૈતન્ય શું? આ જ્ઞાન એટલે યમાત્રને જાણે. ત્રણે કાળના સમસ્ત ભાવ રેય છે, તે તદ્દન આવરણ રહિત બનેલ જ્ઞાન “જગતના સર્વ ભાવે કેમ ન જાણે? જગતના સર્વ ભાવેને તટસ્થપણે (રાગદ્વેષ વિના)
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy