________________
૧૧૮
ઋદ્ધિ આપી દરિદ્રથી બચાવે, ઔષધ આપી રેગથી બચાવે, સહારે આપી નિરાધારતાથી બચાવે, સેવા કરી અગવડથી બચાવે, રક્ષણ આપી ચેર ડાકુથી બચાવે, પણ તેથી શું બહુ રીઝવાનું? એથી કાંઈ જરા કે મરણનો ભય ટળ્યો? ફરી નવાં જન્મ મરણાદિ ટળ્યાં ? દુર્ગતિને તાળાં લાગ્યા ? ભવિષ્યના કારમા રાગ દુઃખદારિદ્ર દુર્ભાગ્યાદિ દૂર થયાં? ના, એ કરવાની તાકાત તે મારા અરહંત દેવાધિદેવમાં જ છે. ક્યાં સમર્થ ત્રિલોકનાથ ! અને કયાં આ સ્વય અનાથ!” કમઠના કાષ્ટ્રમાંથી પ્રાર્થપ્રભુએ બળતા સાપને બહાર કઢા, નવકારમંત્ર અપાવ્યો, સાપે પણ પ્રભુનું શરણ લીધું તે મરીને ધરણે થયે! દુર્ગતિ ટળી. અરિહંત વિના આ કેણ કરત?
“અનુત્તર-પુણ્ય-સંભારા' –એ પ્રભુ સર્વ પુણ્યામાં શ્રેષ્ઠ પુણ્ય જે તીર્થંકરનામ કર્મ, તે અને શ્રેષ્ઠ યશ-સૌભાગ્ય-આદેયાદિ પુણ્યના પ્રારભારવાળા છે. એના ગે. એ માતાના ગર્ભમાં આવે ત્યારથી, ઈદ્રોના અચળ સિંહાસને ધ્રુજી ઊઠે ! જન્મકાળે જ દિકુમારીઓ અને ઈદ્રો દેવ સાથે પ્રભુના જન્માભિષેક ઉજવે ! જન્મથીજ સુગંધી શ્વાસે શ્વાસ, રેગ પસિના વિનાની કંચન જેવી કાયા, અદશ્ય આહારાદિ વિધિ, ગાયના દૂધ જેવું અબિભત્સ રુધિર–આ અતિશયવાળા ! કેવળજ્ઞાન-કાળે અપૂર્વ અષ્ટ પ્રાતિહાર્ય અને સમવસરણની ઋદ્ધિવાળા ! તેમજ અનેક દેવેન્દ્ર નરેદ્રોથી સેવાતા તથા કુલ ચોત્રીસ અને વાણીના પાંત્રીશ અતિશયવાળા એ પ્રભુ બને છે ! જગતનાં બીજાં પુણ્ય આ પુણ્ય આગળ શું વિસાતમાં? ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિ ઋષભદેવ પ્રભુનું સમવસરણની