________________
મિત્રોમાં, સુખમાં કે દુઃખમાં આત્માની હાજરી લે, જાગ્રત રાખે. બચાવ કેઈના ચાલ્યા નથી. જિનશાસનમાં તે જરાક અરુચિ કે અણગમે એ પણ છેષ છે. દુનિયામાં આપણને અનિષ્ટ લાગતા વિષયે, અનિષ્ટ છે, અનિષ્ટ સંગે પ્રત્યે દ્વેષ જેટલો વખત રહે તેટલે વખત એ આત્માને કાળો બનાવે છે. અહે? શા સારુ આત્મા પરમાં પડતું હશે? પરની જંજાળ કરતે હશે ? એને પિતાનું સંભાળવાનું, પિતાની ખરાબી મિટાવવાનું ક્યાં ઓછું છે? પ્રભુવચનની શ્રદ્ધાની કમીના છે. એક સમયે માત્ર પણ પર-ચિંતા કરવાની જરૂર નથી. એ તે આપણા ભાગ્ય મુજબજ વર્તશે. દુનિયામાં રહ્યા ત્યાં અતિ આવશ્યક દેખાવ રાખવા પડતા હોય તેય, જેમ સર્પની દાઢમાંથી ઝેર કાઢી નાખ્યું, પછી કુંફાડે નુકશાન કરનારે નહિ; તેમ આપણુ દેખાવના કુંફાડા પાછળ રાગદ્વેષના ઝેર ન રહેવા જોઈએ. કષાય-ઝેરને સમૂગળે નાશ થ જોઈએ. નાને સરખે પણ કષાય કરે પડે એ કુસંસ્કારને પોષવાનું થાય છે, એને તાજા કરવાનું થાય છે, હવે હરગીઝ ન ભૂલાવું જોઈએ.
મનુષ્ય જીવન મળ્યું એટલે ધંધો શું રાગદ્વેષ અને વેરઝેરને કરે? જીવનમાં આવી અધમ કાર્યવાહી જોરદાર છે ત્યાં સુધી જગનાથનું દર્શન દેહ્યલું છે. સમ્યગ્દર્શનની સુંદર સામગ્રીવાળા આ મોંઘેરા માનવભવમાં દર્શનની આડે ઘાતીકર્મની દિવાલ મજબૂત ન કરાય, પણ તેને તોડી નાખવી જોઈએ. તેને ખરી કર્યા વિના તત્ત્વનું સાચું દર્શન નહિ થાય, દર્શનાભાસ થશે. “મારે સેવક જગનાથને બનવું છે, કિંતુ વિષયકષાય કે રાગદ્વેષને નહિ. માટે જિનની વાણીના અનુસારેજ