________________
સુખ પાછળ, સગવડ સાહ્યબીના ખેટા કદાગ્રહ પાછળ, તારા હાથે તારા આત્માને ગુણથી દૂર-અલગ કરી રહ્યો છે, અને આત્માને દેષમાં ડુબાડી રહ્યો છે. માટે મેહને ત્યાગ કર. એ માટે નિર્મોહી પરમાત્માની અહર્નિશ નિરંતર ઉપાસના કર.”
(૨) સર્વજ્ઞ -પ્રભુનાં પહેલાં વિશેષણ વીતરાગ’ની વાત થઈ. પરમાત્માનું બીજું વિશેષણ સર્વજ્ઞ-એમાં જ્ઞાનાતિશય સૂચવ્યું. સર્વજ્ઞ એટલે કેવળજ્ઞાનવાળા સર્વજ્ઞ એટલે સમસ્ત જીવ પુદ્ગલ વગેરે અનંતાનંત દ્રવ્યના અનંત ભૂત ભવિષ્ય અને વર્તમાન કાલના, પ્રત્યેક દ્રવ્ય ઉપર બનતા અનંતાનંત ભાવે પર્યા, અવસ્થાએ)ને હાથમાં રહેલા આમળાની માફક દરેક સમયે પ્રત્યક્ષ જુએ અને જાણે છે. ત્રિકાળના પરમાણુ પરમાણુના પર્યાય અને સર્વ જીવ ઉપરના ભાવે અનંતાનંત સંખ્યામાં છે, તે બધું પ્રત્યક્ષ જુએ. આ કેવળજ્ઞાનને પ્રકાશ જબરદસ્ત ! એમાં અનંતાનંત કાળની કઈ વસ્તુ કે ઘટના છૂપી નહિ; પ્રત્યક્ષ શુદ્ધ જ્ઞાનને સ્વભાવ જ ય વસ્તુને જણાવવાને. કેટલું જાણે એ મર્યાદા ન બંધાય; કેમકે મર્યાદા બાંધવામાં નિયમ છે કે આટલી જ વસ્તુ જાણે? પ્રકાશસ્વભાવ એ કે જેનું નામ રેય તેને જાણે, પછી ભલે તે અનંત કાળ પૂર્વના છે, અને અનંતાનંત સંખ્યામાં હે; રૂપી હે યા અરૂપી, બધાં જ ય જણાય, કેવળજ્ઞાન વર્તમાન-ભૂત-ભવિષ્ય સર્વકાળનાં સમસ્ત રેય પ્રત્યક્ષ જુએ, કોઈ પ્રસંગ કે કઈ સ્થિતિ છૂપી નહિ.
(૩) ઈદ્રોથી પૂજ્ય કેમ? અરિહંત પરમાત્માનું ત્રીજું વિશેષણ દેવેન્દ્ર-પૂજિત’. એમાં પૂજાતિશય સૂચવ્યું. અસંખ્ય દેવતાઓના સ્વામી ઈન્દ્રો પણ જેની પૂજા ભક્તિ કરે. શું જોઈને