SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ એમાં સદ્ગુરુઓને ઉપદેશ વગેરે નિમિત્ત મળતાં આત્માને ભવની જંજાળમાંથી મુક્ત–શુદ્ધ સ્વરૂપ પર દષ્ટિ પડે છે. આ મક્ષ તરફની દષ્ટિ છે. પહેલી ૪ ગદષ્ટિ : માર્ગોનુસારિતા: અલબત હજી તત્વની તેવી સમજ નથી એટલે એને તત્ત્વરુચિ નથી. પરંતુ (૧) પૂર્વને ચાલી આવતે તત્વને દ્વેષ શાંત થાય છે. (૨) પછી તત્ત્વની જિજ્ઞાસા જાગે છે, અને (૩) પછી તવ સાંભળવાની ઈચ્છારૂપ શુશ્રષા જાગે છે. બાદ (૪) તત્ત્વ-શ્રવણ કરે છે. આ પહેલી ચાર ગદષ્ટિમાં આરહણરૂપ છે. એથી એને સંસારમાં જન્મ–જર-મૃત્યુ, રેગ, શોક, ઈષ્ટસંગ, અનિષ્ટવિયાગ, ત્રાસ અપમાન વગેરે સંસારનું દુઃખદ સ્વરૂપ અને એથી સંસારની નિર્ગુણતા-અપકારકતાને ખ્યાલ આવે છે. તેથી એના પ્રત્યે નફરત છૂટે છે. મનને એમ થાય છે કે “ક્યાં સુધી આ વિષચકમાં ભમ્યા કરવાનું?” તાત્પર્ય, સંસારના આભાસરૂપ સુખ ઉપરથી આસ્થા બહુમાન ઊઠી જાય છે, એમ એ વિરાગ્ય-ભવનિર્વેદ પામ્ય ગણાય. વળી એને સંસારના કારણ ભૂત પાપસેવન કરવામાં એવી હોંશ નથી રહેતી. આ બધી સ્થિતિમાં જીવને અપુનબંધકપણું પ્રાપ્ત થાય છે. અપુનબંધક એટલે દુઃખદ કર્મની ૭૦ સાગરોપમ કડાકોડી સ્થિતિ જેવી ઉત્કૃષ્ટ સ્થિતિ હવે ફરીથી ન બાંધે એવી દશા. એના યોગે દયા, દાન, ત્યાગ, તપસ્યા, દેવગુરુસેવા, વ્રત–નિયમ વગેરેને અશે પુરુષાર્થ કરે એ ધર્મપુરુષાર્થ છે. ધર્મપુરુષાર્થ જીવના અન્યાય અનીતિ, અનુચિત વ્યય, ઉભટવેશ, વગેરે દેશે અટકાવી દઈ માર્ગનુસારી જીવનના
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy