________________
૪૫
પણ સારું જોઈ ન શકે. તેને જોઈને બળાપ કરે, ખાર આવે હલકે પાડે, તેની સીધી સારી વાત પણ તેડી પાડે. મને લાખ મળ્યા પણ એને સવાલાખ કેમ? કાં મારા વધે, કાં એના જાય!” આવી અધમ વૃત્તિ કરાવે, ત્યાં આનંદ માનવાનું ખમીર જ ક્યાંથી હોય? પિતાનાથી વધારે ધનિક, વધારે આબરૂવાળ, અધિક જ્ઞાની, અધિક તપસ્વી ઈત્યાદિ અધિકને જોઈને અંદર બળે, અસહિષ્ણુ બની વિક ઘડે, સામાને ફજેત કરે. “હું ઊંચે, બીજા નીચા.” આ અપલક્ષણ કષાયને તેજ રાખે; વિષયરુચિ દઢ કરે, પાછા એને ઉપાદેય માને. આ ઈર્ષ્યા ભવવિરાગ અને સમ્યક્ત્વને કરે રાખે છે, તત્ત્વ સાંભળવા-સમજવા ને સ્પર્શવા નથી દેતી.
ઈર્ષાવશ માણસ એટલે બધે સત્વહીન બની જાય છે કે આમ બીજી રીતે બીજા પરાક્રમ પણ કર્યા હોય, છતાં ઈર્ષ્યાવશ અવસરે ઉપકારી પૂજ્યને પણ અવગણે છે !
સિહગુફાવાસી મુનિ શ્રી આર્યસંભૂતિવિજય જેવા શ્રત કેવળી આચાર્ય ભગવાનની આજ્ઞા લઈને સિંહની ગુફા આગળ ઉપવાસ અને ધ્યાનમાં ચોમાસું પસાર કરી આવેલા. “ગુફામાંથી ભૂખે સિંહ બહાર નીકળે તે એ ચીભડાની જેમ બટક બટક બચકા ભરીને મને ખાઈ જશે,” એ ભય શું ન લાગે? પરંતુ આ પરાક્રમી મુનિ લેશ પણ ગભરાયા વિના ત્યાં મહિનાઓ સુધી ધ્યાન-સાધનામાં રહ્યા. ચોમાસુ ઊઠયે પાછા આવતાં ગુરુએ એમને “દુષ્કરકારક તરીકે ધન્યવાદ આપ્યા. પણ ત્યાં સ્થૂલભદ્રજી કેશાવેશ્યાને ત્યાં ચોમાસું કરીને આવેલા, એમને ‘દુષ્કરદુષ્કરકારક તરીકે આવકાર્યા ! સિંહના રોજના ભયંકર ભયને