SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ પધાર્યા. એમની દેશના સાંભળી બંને વૈરાગ્યવાસિત બન્યા. પુંડરીક કંડરીકને કહે છે “ ભાઈ! તું આ રાજ્ય સંભાળ, હું ચારિત્ર લઈશ. ” કંડરીક કહે “મેટા ભાઈ ! ચારિત્ર તે મારે જ લેવું છે. તમે તે રાજ્ય સંભાળતા પણ વૈરાગ્ય ટકાવી શકશે, અને પછી ય ચારિત્ર લઈ શકશે, ત્યારે હું તો જે રાજ્યમાં પડ્યો તે પછી વૈરાગ્યને મહા જોખમ. પછી કાંઈ આ જિંદગીમાં ચારિત્રને પુરુષાર્થ થાય નહિ. માટે મને તે હમણાં જ લેવા દે.” પુડરીકને લાગ્યું કે એ ઠીક કહે છે, તેથી રજા આપી. કંડરીકે સિંહના જેવા પરાક્રમથી ચારિત્ર લીધું અને એ રીતે પાળવા માંડ્યું. એક હજાર વર્ષ સુંદર તપસ્યાઓ પણ કરી ! ' હવે દેવગે કંડરીકમુનિ માંદા પડ્યા ! ગુરુ સાથે કુદરતી એ પુંડરીકના નગરમાં આવ્યા છે. ગુરુને રાજા વિનંતિ કરે છે કે “ભાઈની ચિકિત્સા અહીં જ કરાવે અને જે કાંઈ અનુપાનાદિ જોઈએ તેને લાભ મને આપે. મારે રડું મેટું છે, એટલે બધું નિર્દોષ મળશે. ” ગુરુએ સ્વીકાર્યું. કંડરીકમુનિ ઔષધ પ્રગથી સાજા તે થઈ ગયા, પણ દરદની દીનતા પર હવે રાજવી માલમશાલાને ચટકે લાગવાથી વધુ દીન બન્યા ! તે હવે વિહાર માટે તૈયાર નથી થતા. ગુરુએ સમજાવ્યા છતાં ખાવાની દાઢમાં એવા નિઃસત્ત્વ રાંકડા મનવાળા થઈ ગયા કે ગુરુ પરિવાર સાથે વિહાર કરી જવા છતાં પિતે ત્યાં જ રહ્યા. રાજા પુંડરીકે જોયું મામલે બગડ્યો છે, તેથી કંડરીક પાસે આવી મધુર શબ્દોમાં કહે છે, “ મહારાજ ! આપે તો કામ સાધ્યું, અને અમે કીચડમાં પડ્યા છીએ. છતાં અમને
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy