________________
અર્થ-કેમ બોલવું અને કેમ ચાલવું. કેમ ખાવું, કેમ પીવું આ બધું શિષ્ટ પુરુષો પાસેથી સમજવા જેવું હોય છે. એટલે સહુની સાથે પ્રિય બોલવું હિતકારી બોલવું સત્ય બોલવું અને પ્રમાણસરબોલવું. તેમજ વડીલજનોનો વિનય કરવો. જો આપણે વડીલોનો વિનયન કરીએ તો આપણી બધી શક્તિનકામી થઈ જાય છે. બીજું શક્તિ પ્રમાણે દાન આપવું શક્તિથી વધારે અપાઈ જાય તો પસ્તાવો થવાની શક્યતા છે. શક્તિથી ઓછું આપીએ તો શક્તિને ગોપવવાથી વાયત્તરાયકર્મ બંધાય છે. બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે આપ્યા સિવાય કદી મળતું નથી. થોડું પણ ભાવથી આપવાથી ઘણું ફળ મળે છે. અને આપ્યા પછી મેળવવાની ઈચ્છાન રાખીએ તો જલદી આત્મકલ્યાણ થાય છે. દાન આપવાથી અંતરાયો પણ તૂટે છે.
તેમજ બીજાના ગુણો મેળવવા આખી પૃથ્વીનો પ્રવાસ કરવો અને જ્યાંથી જે ગુણ મળે તે મેળવવા. આ ચારેય વશીકરણનામત્રો છે.
(શ્લોક-૧૯) पत्थावे जंपिज्जइ, सम्माणिज्जइ खलोवि बहुमज्झे। नज्जइ सपरिविसेसो,सयलत्था तस्स सिझंति ॥१९॥
૨૦