________________
છોડવો યોગ્ય છે. બીજુ પાત્ર પરીક્ષા કર્યા સિવાય કોઈપણ સ્થાનમાં એને રાખવા માટે ઉતાવળ કરાતી નથી.
શ્લોકનં.૧૨
नाकज्जमायरिज्जइ अप्या पाडिज्ज न वयणिज्जे ।
नय साहसं चहज्जइ, उप्भिज्जइ तेण जगहत्थो ॥ १२ ॥
B
- : સંસ્કૃત છાયા ઃनाकार्यमाचर्येत । आत्मा पाड्येत न वचनीये । नयसाहसं त्यज्येत । उद्विद्येत तेन जगति हस्तः ॥ १२ ॥
1
-: સવૈયા છન્દ ઃજીવવું જો ખુમારીપૂર્વક ન છાજે તેવું કરવું નહિ, અન્ય ગુણોને ગાવા નિત્યે નિન્દા કોઈની કરવી નહિ, વિચારપૂર્વક સાહસ કરવું મેળવવું થોડું પણ કંઈ આવી રીતે જીવન જીવવું દેવ અને ગુરુ સાથે લઈ।૧૨।
અર્થઃ– (સત્ત્વ અને ખુમારી લગભગ પર્યાય વાચક શબ્દ છે)
આપણને ન છાજે, જે યોગ્ય ન હોય તે તે ના કરીએ તો ખૂમારીપૂર્વક જીવી શકાય છે. અને જો બીજાના જ ગુણો ગાવાની ટેવ પાડીએ તો બીજાની નિન્દા કરવાનું છૂટી જાય છે. વળી સાહસ
૨૨