________________
સવૈયા છન્દ આત્માનું જે અહિત કરે છે, કર્મખરે શત્રુ કહેવાય, શત્રુનો વિશ્વાસના કરવો, વિશ્વાસુને નહિછેતરાય, કરેલ ઉપકારને વિસરવો, વિચાર આવો કદિનકરાય, નીતિપૂર્વક રેતાં જીવને દુઃખન આવે ક્યારે ભાયા ૧૦
અર્થ-સંસારમાં આત્માનું ઘર શરીર છે. અને શરીરયુક્ત આત્માનું ઘર ચુનામાટીનું હોય છે. શરીર વગર આત્મા મોક્ષમાં એકલો રહી શકે પણ આત્મા વગરના શરીરને લોકો બાળી નાંખે છે. એટલે આત્મા એ મુખ્ય છે.
જે આત્માનું બગાડે છે તે ખરેખર શત્રુ છે. શત્રુઓ બહાર ક્યાંય રહેતા નથી. આત્માની અંદર જ રહે છે અને તે છે જ્ઞાનાવરણીયાદિ કર્મ. આત્માનું કર્મથી જ ખરાબ થાય છે. જો શુભકર્મ હોય તો ભોમિયાનું કામ કરીને મોક્ષનો માર્ગ બતાવી ચાલ્યું જાય છે. આવા શત્ર તથા ક્રોધ, માન, માયા, લોભ આદિ શત્રુ તેનો કદાપિ વિશ્વાસ ન કરાય. બીજુ જેણે આપણા ઉપર વિશ્વાસ રાખ્યો હોય તેને છેતરાય નહિં. અન્યને પણ ન છેતરાય, તો કુટુંબકેમિત્રને કેમ છેતરાય.
વળી કોઈએ થોડો પણ ઉપકાર કર્યો હોય તેને વિસરવો નહિં. ભૂલવો નહિં. અને નીતિપૂર્વક રહેવું જેથી આત્માને દુઃખન આવતા અનુકૂળતા રહે.
(૨૦)