SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ સાધુ અથવા સાદેવી કાળ કરે કે તરતજ મૃતકના માથાની જગ્યાએ જમીનમાં લોઢાની ખીલી મારવી, પછી જે સાધુએ કાળ કર્યો હોય તેની પાસે આવીને એક સાધુ આ પ્રમાણે કહે. કટિક ગણ, વયરી શાખા, ચાંદ્રકુલ, આચાર્યશ્રી વિજયસિંહ સૂરિ, ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજી, પંન્યાસ શ્રી સત્યવિજયગણું સ્થવિર શ્રી ( સમુદાયમાં વૃદ્ધ સાધુનું નામ ) મહત્તરાશ્રી (મોટાં ગુરૂણીજીનું નામ) અમુક મુનિના શિષ્ય (મુનિશ્રી ) અમુકની શિષ્યા ( )મહાપારિઠાવણિ આએ કરેમિ કાઉસ્ટગં અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ કરી, પારી પ્રગટ નવકાર કહી ત્રણવાર સિરે સિરે કહે, તે વખતે માથે વાસક્ષેપ નાખો. ૨૨. કેઈ સાધુ કાળ કરે ત્યારે શ્રાવકને કરવાને વિધિ. જે રાત્રિ મૃતક રાખવાનું હોય, તે મૃતકના માથાની નીચે જમીન કે થાંભલે ખીલી મારવી અને નિર્ભય માણસે એ રાત્રે જાગવું પણ ઉઘવું નહિ. પ્રથમ દાઢી મૂછ અને માથાના કેશ કાઢી નખાવે, પછી હાથની છેલી આંગળીના ટેરવાને છેદ કરે, પછી હાથ પગની આંગળીઓને ધોળા સુતરથી બંધ કરે, પછી કરેટમાં બેસાડીને કાચા પાણીથી સ્નાન કરાવે, પછી નવાં સુંવાળાં કપડાંથી શરીર લુંછીને સુખડ કેસર બરાસને વિલેપન કરી નવાં સુંવાળાં વસ પહેરાવે તે આ પ્રમાણે –સાધુ સાધવી હેય તે પ્રથમને એ લઈ લે, સાધુને ન ચળપટ્ટો રાા હાથને પહેરાવી કંદરે બાંધે તથા નવે શ્વેત કપડે ૩ હાથને કેશરના પાંચ અવળા સાથીઆ કરી ઓઢાડે, બીજા કપડાંને કેશરના છાંટા નાંખવા. નિનામી ઉપર એક ઉત્તરપટ્ટો પાથરે. અને તેના વચલા ભાગમાં
SR No.022346
Book TitleNitya Swadhyay Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1947
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy