________________
પ. પૂજ્ય મુનિરાજ શ્રી મહેન્દ્રસાગરજી મહારાજને
–સંક્ષિપ્ત જીવન પરિચય - બનાસકાંઠા જિલ્લાના વાવ ગામમાં ધર્મનિષ્ટ શ્રદ્ધાળુ સુપ્રસિદ્ધ ભગાણિ કુટુંબમાં પારેખ હેમચંદ રવચંદના સુપત્નિ હતુબેનની કુક્ષિએ સં. ૧૯૭૨ના કારતક સુદ અગિયારસના દિવસે આપણા આ ચરિત્રનાયકનો જન્મ થયો. પુત્રનું શુભ નામ તારાચંદ રાખવામાં આવ્યું. શેઠ હેમચંદભાઈને ચાર પુત્ર હતા. તેમનાં નામ રાખવચંદ, ચીમનલાલ, તારાચંદ, શાંતિલાલ. છેલ્લા બે પુત્રોએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. તારાચંદભાઈને પિતાની માતુશ્રી તથા લઘુ બંધું સાથે મેસાણું આવવાનું થયું. ત્યાં ધર્મનિષ્ઠ શેઠ ભીખાભાઈ હાથીભાઈની અપૂર્વ સહાય મળતાં સ્કુલનું શિક્ષણ તેમ જ ધાર્મિક જ્ઞાન સારા પ્રમાણમાં ગ્રહણ કરાયું. આગળ જતાં મેસાણામાં ધર્મસંસ્કાર માટે સુપ્રસિદ્ધ યશવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરવા લાગ્યા. તેઓશ્રીની બુદ્ધિ ઘણી કુશાગ્ર હેવાથી જે જે ભણવા માંડે તે ઝટઝટ કંઠસ્થ થઈ જાય. ધર્મશિક્ષણની સાથે ધાર્મિક-આચારમાં પણ ઓતપ્રેત બન્યા. આ
વિ. સં. ૧૯૮૭માં પોતાના વડિલબંધુ રખવચંદભાઈ અમદાવાદ વસતા હોવાથી ત્યાં જવાને પ્રસંગ આવ્યો. ત્યાં વિદ્યાશાળામાં તે વખતે બીરાજમાન પૂ. આગદ્ધારક આચાર્ય દેવ શ્રી આનંદ-સાગર સૂરીશ્વરજી મહારાજના પરિચયમાં આવવાનું થયું. તેમની પાસે અભ્યાસ કરતા તેમ જ હૃદયંગમ શૈલીથી થતાં વ્યાખ્યાને સાંભળતાં વૈરાગ્ય ઉત્પન્ન થતાં તેજ સાલના આશો સુદ અગિયારસના શુભ દિવસે તારાચંદભાઈએ નાની ઉંમરમાં ભાગવતિ દીક્ષા ગ્રહણ કરી. તેમનું શુભ નામ મુનિશ્રી મહેન્દ્રસાગરજી રાખવામાં આવ્યું. અને આગમ દ્વારકના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. દીક્ષા લીધા બાદ જ્ઞાન, તપ, ક્રિયા, વૈયાવચ્ચ વિગેરે દરેક બાબતમાં ઉત્તરોત્તર આગળ વધવાં લાગ્યા. આગળ ઉપર ઘણું સારા વિદ્વાન આચાર્ય બનશે તેવું બધાને લાગવા માંડ્યું. એટલી બધી ઝડપથી તેઓએ