________________
૩૦૬ ષોડશક પ્રકરણ
[ વ્યાખ્યાન આને શું કહેવું? દુષ્ટમાં દુષ્ટબુદ્ધિવાળાએ આ ચલાવ્યું છે. નિર્દય એવાએ ચલાવેલ છે. વીતરાગના શાસનને નમસ્કાર કેમ?
તેઓએ શાસ્ત્રના કરનાર કેણુ માન્યા? એકે સર્વજ્ઞ નહિ. જેને સર્વ કહેલું નથી, દુર્બુદ્ધિએ ગ્રહણ કરેલું, હિંસાદિના માર્ગો આ બધાને અપ્રમાણ સિવાય શું કહું? શાસ્ત્રને ધર્મને ગુરૂને દેવને આધાર વચન ઉપર આપણને સારૂ આગમ મલ્યું તેથી સારા દેવાદિને માની શકીએ, બીજાને ખરાબ આગમ મલ્યા તેથી સારા દેવાદિને માનવાને અવકાશ નથી. માટે વધારે જણાવ્યું કે–
यदीयसम्यक्त्वबलात् प्रतीमः भवाशानां परमाप्तभावम् । कुवासना पाशविनाशनाय, नमोऽस्तु तस्मै तव शासनाय॥
હે પ્રભુ! આ તમારૂં શાસન તમારા વીતરાગપણને સ્વભાવ શાસ્ત્ર દેખાડે છે. જે જગતમાં કુવાસના છે તેના હલામાંથી બચી શકતા હોઈએ તે તારૂં શાસન છે માટે હે ભગવાન! તમારા શાસનને નમસ્કાર કરૂં છું.
આવું શાસન આગમ વચન છે માટે વચનની આરાધનાથી ધર્મ છે. વચન વક્તાના આધારદ્વારાએ જણાવ્યું. પણ વિષય. સ્વરૂપ, ફલદ્વારાએ જણાવવું જોઈએ. તે તે કઈ રીતે જણાવશે. તે અધિકાર અગ્રે વર્તમાન.
ક વ્યાખ્યાન ૫૮ - 'वचनाराधनया खलु નાસ્તિક શબ્દથી ચીડાતાએ વિચારવાનું.
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ષોડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે-આ જગતમાં જેટલા આસ્તિકે