________________
અને એક તરફ માણેકબહેનની બાળહઠ અને જવલંત ભાવના. માણેકબહેનને જ્યારે ખૂબખૂબ સમજાવવામાં આવ્યા ત્યારે તેણે તે બધાને સ્પષ્ટ જણાવી દીધું કે મેં દીક્ષા માટે પ્રતિજ્ઞા લીધી છે. હું સાસરે જવા ઈચ્છતી નથી. મને તમે રાજીખુશીથી દીક્ષા આપે તે કલ્યાણ નહિ તે મારા તપ-ત્યાગ અને ધર્મક્રિયામાં હું લીન રહીશ. ત્યાર બાદ તેઓશ્રીએ પંજાબી આચાર્ય મહારાજ શ્રી કમલસૂરીશ્વરજી મહારાજ પાસે અભ્યાસ કર્યો હતે. પ્રતિજ્ઞાની વાતથી બધા ચકિત થઈ ગયા. હવે શું થાય ! પ્રતિજ્ઞા પાસે તે કેઈનું શું ચાલે ! ત્યાગ ભાવનાને વિજય થયે. છેવટે દીક્ષા આપવાને નિર્ણય થયો.
માણેકબહેનને મનમયૂર આ નિર્ણયથી નાચી ઉઠે. તેઓ પિતાની આકરી કસોટીમાંથી પાર થયા તેથી હર્ષિત થયા.
માણેકબહેન જન્મથીજ સંસ્કારી ધર્મ ભાવનાથી રંગાએલા, ધાર્મિક અભ્યાસ પણ ઘણે સારો. વડોદરાના પ્રથમ સાધુ સંમેલન સમયે સાધ્વીજીઓના સંપર્કમાં આવેલા અને પયુષણમાં તપશ્ચર્યા વગેરેમાં પણ ખૂબ ધનિષ્ટ સંબંધ થયે અને ત્યારથી દીક્ષાના ભાવ જાગી ઉઠેલા. એ વખતે જ માતાજી તે આ વાત સાંભળી ચોંકી ઉઠેલા, પિતાજી તથા ભાઈઓને પણ દુઃખ થયેલું પણ માણેકબહેનની ભાવના સતેજ હતી. તેમણે પિતાના ત્યાગ અને તપથી બધાંના મન જીતી લીધાં.
વૈદ્ય કુટુંબની ધર્મ નિષ્ઠામાં આ દીક્ષાથી ખૂબ વૃદ્ધિ થઈ આ સમયે પૂ. આચાર્ય ભગવંત શ્રી આત્મારામજી મસા. ના સમુદાયના વિશાલ પરિવારથી પરિવરેલા ગુરૂવર્ય આચાર્ય