________________
: ૧૭ :
તરફ ઘણા વળેલા જ હતા. માણેકબહેનનું વેવીશાળ વડોદરાના શા ઝવેરચંદ નાથાભાઈના પુત્ર શ્રી સવાઈચંદ સાથે થયેલ. વેવીશાળ સમયે જ આપણું માણેકબહેને તે પિતાના દીક્ષાના ભાવ પિતાના માતુશ્રીને કહેલા. પણ બાળકબુદ્ધિની દ્રષ્ટિએ તે તરફ વિશેષ લક્ષ કેઈએ આપેલું નહિ. હવે લગ્નનું નક્કી થયું. આ વખતે પણ માણેકબહેને કહ્યું જ હતું કે મારા દીક્ષાના ભાવ છે.
આ સમયે માતા-પિતાને ભારે ચિંતા થઈ, સારા ખાનદાન કુટુંબમાં વેવીશાળ થયું. લગ્નને પણ નિર્ણય થયે એટલે માતા-પિતાએ માણેકબહેનને સમજાવી કે બેટા, તું તે અમારી લાડકી પુત્રી છે, નાની ઉમરમાં દીક્ષા ન લેવાય, દીક્ષા તે ખાંડાની ધાર છે. લગ્ન તે કરવા જ જોઈએ. તું અમારી પરિસ્થિતિને તે વિચાર કર. આપણું કુટુંબની પ્રતિષ્ઠાને પણ વિચાર કરે જોઈએ. આમ સમજાવવા છતાં માણેકબહેને તે કહી દીધું કે હું સાસરે જવાની નથી. હવે વ્યવહાર દષ્ટિએ ખોટું દેખાય, એમ સમજાવી લગ્ન લેવાયાં.
રાજકુટુંબ સાથે ઘણે નિકટને સંબંધ તેથી લગ્ન પ્રસંગે રાજકુટુંબ તથા અધિકારી વર્ગની સારી હાજરી હતી.
માણેકબહેનના લગ્ન ધામધૂમ પૂર્વક થઈ ગયાં. માણેકબહેનને લગ્નને આનંદ નહેતે. તે તે દીક્ષાના ભાવથી એવા રંગાઈ ગયા હતા કે લગ્ન થઈ ગયાં પણ શ્વસુરગૃહે કેણું જાય? બન્ને કુટુંબને વિમાસણ થઈ પડી. માણેકબહેને તે બાળહઠ લીધી. મારા દીક્ષાના ભાવ છે. એક તરફ વ્યવહાર