________________
અને દર્શન કરી અનંતાગુણું સામાન્યપણે પરિણમે છે, માટે એ પરમસ્વભાવ જાણુ.
તથા પુદ્ગલમાં પરમસ્વભાવ તે જે ચેતના રહિત અવરૂપ જડસ્વભાવ, જે સુખ અને દુઃખને નથી જાણ એ પુદ્ગલમાં પિતાને પરમસ્વભાવ જાણવો.
તથા ધર્માસ્તિકાય દ્રવ્ય સમયે સમયે અનંતા જીવ-યુગલને ચલનસહાયીપણે પરિણમે છે.
તથા અધમસ્તિકાય સ્થિરસહાયીપણે પરિણમે છે. તથા આકાશાસ્તિકાય અવગાહનાપણે પરિણમે છે.
તથા કાલદ્રવ્ય નવા-પુરાણપણે પરિણમે છે, એ સર્વ દ્રવ્યમાં પિતપોતાને ઉત્કૃષ્ટ સ્વભાવ જાણવો.
એ રીતે છ દ્રવ્યમાં અગીઆર સામાન્ય સ્વભાવને વિચાર કહ્યો.
પ૬૬-હવે છ દ્રવ્યમાં દશ વિશેષ સ્વભાવ છે, તે ઓળખાવે છે –
૧ ચેતનસ્વભાવ, ૨ અચેતન ફ્લાવ, ૩ મૂર્ત સ્વભાવ, ૪ અમૂર્ત સ્વભાવ, ૫ એકપ્રદેશસ્વભાવ, ૬ અનેકપ્રદેશ સ્વભાવ, ૭ શુદ્ધસ્વભાવ, ૮ અશુદ્ધસ્વભાવ, ૯ વિભાવસ્વભાવ, ૧૦ ઉપચરિત સ્વભાવ, - એ દશ વિશેષસ્વભાવના નામ જાણવા