________________
૨૭૬ થાય. તથા પમાણે હિં-મૂલ પ્રમાણ છે અને ઉત્તરપ્રમાણ પાંચ, તેના પણ વળી અનેક ભેદ થાય, અને અપાઆત્મા તેને સાયવાય-સ્યાદ્વાદાદિ આઠ પક્ષે ઓળખીને ભલી રીતિથી પોતાના સ્વરૂપને–ભાવેણુ-ભાવવું. જાણે ઈમે સર્વં એ રીતે જેણે આત્મ સ્વરૂપને ઓળખીને પ્રતીતિ કરી છે, સમ્મ દિઠ્ઠીઓ સોણેએ તે જીવનિચે સમકિતને ધણી જાણવો.
૪૧૧–વિશેષાર્થ કહે છે –
તિહાં એક નિશ્ચય અને બીજે વ્યવહાર, એ મૂલ બે નય જાણવા.
એક નૈગમ, બીજો સંગ્રહ, ત્રીજે વ્યવહાર, ચેરી ઋજુસૂત્ર, પાંચમ શબ્દ, છઠ્ઠો સમભિરૂઢ, સાતમે એવ. ભૂત એ સાત ઉત્તરભેદ જાણવા.
સાતમાંથી પહેલાં છ નય વ્યવહારમાં જાણવા અને સાતમે એક એવંભૂત, નય તે નિશ્ચયમાં જાણવો. તેને પરમાથે આવી રીતે છે?—
છ નયે જે કાર્ય તે અપવાદે કારણરૂપ જાણવું અને સાતમે એવભૂત નયે જે કાર્ય તે ઉત્કૃષ્ટ ઉત્સર્ગ નિશ્ચય કાર્યરૂપ છે, માટે છ નય તે વ્યવહારમાં ગયા,
અને સાતમે એક એવંભૂત નય તે કાર્યરૂપ છે, તે માટે નિશ્ચયમાં ગણ્યો છે.