________________
૨૩૦ પ્રથમ રૂપ એવું નામ, તે નામરૂપ,
બીજુ રૂપ એવા અક્ષર લખીને સ્થાપવા, અથવા રૂપવંત મૂત્તિ સ્થાપવી, તે સ્થાપનારૂપ,
ત્રીજું સંગ્રહનયને મતે જીવે સત્તાએ રૂપના દળીયાં પ્રકૃતિરૂપ સત્તાપણે લીધા છે, તે દ્રવ્યરૂપ જાણવું.
ચેથું તે દળીયાં વ્યવહારનયને મતે ઉદયરૂપ ભાવે પ્રગટયા, એટલે ચાર ગતિમાં જીવ, કાળા ધોળા, રાતા, લીલા, પીળા રૂપે કરી અનેક પ્રકારે શભા પામે, તે ભાવ થકી રૂપ જાણવું.
૩૪૪–તથા વળી પ્રકારાંતરે રૂપના ચાર નિક્ષેપ કહે છે :
પ્રથમ રૂપ એવું નામ, તે નામરૂપ,
બીજું રૂપ એવા અક્ષર લખવા અથવા ૫વંત મૂર્તિ સ્થાપવી તે સ્થાપનારૂપ,
ત્રીજું રૂપવંત પુરૂષ જે મંડલિક રાજા, બલદેવ, વાસુદેવ, ચક્રવત, દેવતા, ઇંદ્ર, ગણધર તથા તીર્થકરના રૂપ તે સર્વે દ્રવ્યથી રૂપ જાણવા.
ચેાથે શબ્દનયને મતે જીવ, શુભાશુભ વિભાવ રૂપ અશુદ્ધતા થકી રહિત શુદ્ધ નિશ્ચયનયને મતે અંતર્દષ્ટિએ કરી એક પિતાના આત્માનું રૂપ શાસ્ત્રવચનેના આધારે જેવું, પ્રતીતિ કરવી, તે ભાવરૂપ જાણવું.