________________
- સાહિત્ય અને સંસ્કારના અનુરાગી ;
# સ્વ. શેઠશ્રી જેસંગલાલ કાળીદાસ શેરદલાલ પણ
| (જીવનઝરમર)
સંવત ૨૦૦રની વાત છે, સ્વર્ગસ્થ શેઠશ્રી જેસંગભાઈ પિતાના બે લાડકવાયા સંતાનોને લઈ પૂજ્ય શાસન સમ્રાટ શ્રી વિજયનેમિસૂરિજી મહારાજ સાહેબને વંદન કરવા માટે ગયા હતા. ત્યાં વાતમાં ને વાતમાં તેઓશ્રીએ આચાર્ય મહારાજને પિતાનો શુભ સંકલપ જણાવતાં કહ્યું –
હું મારી મિલ્કતના અમુક ભાગની રકમના વ્યાજમાંથી જે રકમ ભેગી થાય તે રકમ હું સાત ક્ષેત્રોમાં વાપરવા ઈચ્છું છું.
પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ આ શુભ સંકલપને આશીર્વાદ આપ્યા અને આ સખી ઉદાર મનના શેઠશ્રીએ તરતજ પિતાની અમુક મિલકતનું ટ્રસ્ટ કરી નાખ્યું– - આજે તે તેઓશ્રી દિવંગત થયા છે પરંતુ તેમના એ પુણ્ય કાર્યની દિવ્ય જ્યોત આજે પણ ઝગમગી રહી છે.
શાસન સમ્રાટ વિજયનેમિસૂરિજી મહારાજ સાહેબના તેઓ અનન્ય ભક્ત અને આજ્ઞાંકિત વિનેય ગૃહસ્થ શિષ્ય