________________
૧૮૭
૨૩૯ શિષ્ય –બીજા જીવ જે અંતરથકી સાધુપણ સહિત છે અને ઉપરથકી સાધુપણા રહિત છે તે જીવ કયા? તેમાં ગુણઠાણું કેટલા પામીએ? તથા તેમાં સાત નય મહેલા નય કેટલા પામીએ? અને એના ચાર નિક્ષેપ કેમ જાણીએ? - ગુરૂ –તે જીવ ચેથા ગુણઠાણવાળા સમકિતી તથા પાંચમા ગુણઠાણુવાળા દેશવિરતિ શ્રાવક જાણવા.
એટલે તે જીવ વ્યવહારનયને મતે ઉપરથકી તે સાધુપણ રહિત છે, પણ અંતરંગ વૈરાગ્ય સહિત ઉદાસી. ભાવે વિષય-કષાયથકી વિરક્ત ત્યાગ-વૈરાગ્યરૂપ સાધુ સમાન એવા ત્રાજુસૂત્રનયને મતે અંતરમાં પરિણામ વતે છે, અને શબ્દનયને મતે સ્વસત્તા-પરસત્તારૂપ જીવ– અજીવની વહેંચણ કરતા સ્વરૂપના ચિંતનમાં વતે છે, તેણે કરી મહાનિજારાને કરે છે. એમાં નવ તત્વ માંહેલા આઠ તત્ત્વ આગળ કહ્યા, તે રીતે જાણવા.
હવે એમાં ચાર નિક્ષેપા કહે છે. તે જીવ, વ્યવહાર નયને મતે તે સંસારી ગૃહસ્થ કહીએ, પણ અંતરંગ ભાવસાધુ સમાન પરિણામ વતે છે, માટે તેમાં એક ભાવ નિક્ષેપે જ પામીએ.
૨૪૦ શિષ્ય –ત્રીજા જીવ જે ઉપરથકી સાધુપણ રહિત છે, અને અંતરથકી પણ સાધુપણ રહિત છે, તે જીવ કયા ? તથા તેમાં ગુણઠાણું કેટલા? અને સાત નય