________________
ઉપાય નવા ઉપાયમાં 5
૧૫૩ આત્મા ઉપાદેય જાણું સહે. અને તદનુરૂપ હયત્યાગ ઉપાદેય સ્વીકારરૂપ વિવિધ ઉપાયો જ્ઞાનીની નિશ્રા કરે અને જેવું પિતાથી નિવડે, તેવો ત્યાગ વૈરાગ્યમાં પ્રવર્તે.
એટલે ધનને પરવસ્તુ જાણી, સુપાત્રને દાન આપે, ઈન્દ્રિયના વિકારને કર્મબંધના કારણ જાણું, તેને પરિહરી શિયલ પાળે, આહાર પુદ્ગલ પરવસ્તુને છે, તે શરીરપુષ્ટિનું કારણ છે, અને શરીર પુષ્ટ કીધે ઈન્દ્રિયના વિષયની પુષ્ટિ થાય, તે સર્વ પરસ્વભાવ જાણ.
માટે તિહ થકી સમકિતી છવ, વિરક્ત ભાવે, સંસાર ઉદાસી, ત્યાગરૂપ વૈરાગ્ય ભાવનાએ વર્તતા, એક પિતાની સત્તાએ વસ્તુધર્મની જ્ઞાનીના ચરણોમાં બેસી ગુણસ્થા નાનુરૂપ પ્રવૃત્તિ કરવા સાથે જેણે પ્રતીતિ કરી છે, અને પિતાની આત્મસત્તા સાધવાને વિષે જેનું ચિત્ત ઉજમાળપણે જ્ઞાની નિર્દિષ્ટક્રિયાઓનું વિધિપૂર્વક આસેવન કરવારૂપ ઉદ્યમમાં પ્રવર્તે છે, એવી રીતે સાધ્ય જેનું
એક ચોક્ખું છે, અને સાધન જે સંવર-નિજ રારૂપ વ્રત, પચ્ચક્રખ્ખાણ, પિસહ, સામાયિક, પ્રતિક્રમણ, તીર્થયાત્રા, પૂજા, પ્રભાવના, મહત્સવ, ધ્યાન, મરણ, ઇત્યાદિ અનેક પ્રકારે સાધના છે, તે બધું કરતી વખતે સાધ્ય પિતાના આત્માને કર્મથકી રહિત નિરાવરણ કરવારૂપ લક્ષ્યરૂપે રાખે.
એમ સ્વસત્તા-પરસત્તાની વહેંચણ કરી પિતાના સ્વરૂપમાં રહે, તેટલી વાર જીવને સંવર કહીયે, અને એ સંવરમાં જીવ રહે, તિહાં સુધી સમયે સમયે અનંતા કર્મના થોકડા નિજેરાવે, એટલે નિર્જરાતત્વ કહીએ.