________________
ચારિત્ર–વીય–અવ્યાબાધ–અમૂર્તિ-અગુરુલઘુ આદિ અનંતે ધમ સિદ્ધને પ્રગટ થયો છે, તેણે કરી સિદ્ધ પરમાત્મા અનંતું સુખ ભોગવે છે, માટે નિશ્ચયથકી સિદ્ધ ધર્મ સહિત છે, અને વ્યવહાર કરણથી રહિત છે, એ પરમાર્થ છે.
એ રીતે નવ તત્તવ સંબંધી સ્વરૂપ સામાન્ય પ્રકારે જાણવું.
૧૨૬ શિષ્યએ નવ તત્તવમાંથી લિપ્ત સ્વભાવમાં કેટલા તત્ત્વ પામીયે?
ગુર–લિપ્ત સ્વભાવ પહેલે ગુણઠાણે મિથ્યાતવી જીવને જાણુ. તેમાં છ તત્વ પામીએ.
કારણકે ઋજુસૂવનયને મતે શુભાશુભ વિકારરૂપ ચિંતનમાં જે વારે કઈ જીવનું મન પ્રવતે, તે વારે શુભાશુભ એટલે પુણ્ય-પાપ ઉપાજે એટલે પુણ્ય-પાપમાં જીવ લપાણે, તેને પહેલે ગુણઠાણે લિપ્ત સવભાવ જાણે. તેમાં છ તત્વ પામીયે,
એક તે સ્વભાવ તે જીવને પિતાને જાણે, માટે એક તે જીવતત્વ અને શુભાશુભ પુણ્ય-પાપ એ ત્રણ તત્તવ થયા, તે પુણ્ય-પાપના દળીયા તે ચોથું અજીવતત્વ, એ આશ્રવરૂપ જાણવા, તે પાંચમું આશ્રવતવ તથા એ દળીયે જીવ બંધાય છે તે છઠું બંધ તત્વ જાણવું.
૧૨૭ શિષ્ય –એ નવ તત્વમાંથી અશુભ પ્રકારે લિપ્ત સ્વભાવમાં કેટલા તત્વ પામીયે?