________________
ગુરૂ–જે વારે આત્માનું સ્વરૂપ સાધવા ઉઠયા, તે વારે સાધુ કહેવાણુ, અને ક્રિયારૂપ સાધને કરી જે વારે આત્મિક સ્વરૂપ સાધી રહ્યા એટલે સંપૂર્ણ કાર્ય નિપજ્યું તે વારે સિદ્ધ કહેવાયા, | માટે કાર્યની સિદ્ધિ તે ઈહાં થઈ તેથી સિદ્ધિ ઈહાં કહીયે અને સિદ્ધ તે ઉંચા લેકને અગ્રભાગે છે.
૧૨૨ શિષ્ય –લેકે મુક્તિ-મુક્તિ કરે છે તે મુક્તિ કયાં છે?
ગુરૂગતિ થકી જે મુકાણે તેને મુક્તિ કહીયે, એટલે ચાર ગતિરૂપ સંસારથી જીવ મૂકાણે, તેને મુક્તિ કહીયે, તે ચાર ગતિને ઉપજાવનાર કર્મ થકી તે જીવ ઈહાં મૂકાય છે, તેથી મુક્તિપદ ઈહાં જાણવું, અને અહીંથી સાત રજજુ દૂર ઉંચે સિદ્ધશિલા ઉપર તે જીવને રહેવાનું ઠેકાણું છે, કારણકે જે વારે જીવ, કર્મ થકી હળવો થાય, તે વારે ઉંચે જાય, તેમજ કર્મો કરીને ભારે થાય તેવારે નીચે જાય, એ જીવને સ્વભાવ જ છે, પણ મુક્તિપદ તે હાં જાણવું.
૧૨૩ શિષ્ય --ઈહાથી ઉચે જતા જીવ, સિદ્ધશિલા
* અહીં ગ્રંથકારે સાધુદશામાંથી સિદ્ધદશાએ પહોંચવા માટે કિયારૂપ સાધનની મદદ ખૂબ જ સમજી વિચારીને જણાવી છે. એકાંત જ્ઞાનવાદીઓ, શુષ્ક અધ્યાત્મવાદીઓ કે જ્ઞાનીની નિશ્રા વિના નિશ્ચયનયની વાતો કરનારાઓ માટે ગ્રંથકારનું આ વિધાન ખૂબ જ મધ્યસ્થપણે સમજવા-વિચારવાની જરૂર છે.