________________
જેમ કોઈ એક પ્રાણી કરજથી વીંટાણે હાય, ઘણે દુખી થતું હોય, તેવારે પરદેશ કમાવા નીકળે, પછી અનેક દેશાવર ફરતે ફરતે ધન કમાઈ, ઉપાર્જન કરી કરજ ઉતારી ધન લઈ સુખી થઈ પિતાને ઘરે જઈ બેસે,
તેમ ઈહાં જીવ અનંતા કર્મરૂપ કરજથી વીંટાણે થકે દુઃખ ભેગવતે ભેગવતે કાલ સ્થિતિને ગે કરી નિગદ થકી બહાર નિકળે,
પછી ચોરાશી લાખ જીવનિરૂપ ગ્રામ તથા ભવપાટણરૂપ નગરમાં ભમતો ભમતે કેઈ એક અવસરે ભવસ્થિતિને વેગે કરી પુણ્યરૂપ લાવે સાચે સહાયકારી થયે, તેવારે તેણે સંવરરૂપ મિત્રને ઘરે જીવને પહોંચાડે,
એટલે સંવરે પિતાને મિત્ર જાણ હિત આણને નિર્જરારૂપ વાતર જીવને રાખી આપે, તેણે સર્વ કર્મ રૂપ કરજ થકી જીવને છોડાવવા માંડે, અને પોતે બારણું બાંધી રેકી બેઠે, તેવારે પાંચે તવના દળીયા અજીવરૂપ નવા કર્મના આશ્રવ આવતા રૂંધ્યા,
એ રીતે અનેક પ્રકારે મહેનત કરી જીવને કર્મરૂપ કરજ થકી છેડા તેથી અનંતજ્ઞાન, અનંતદર્શન અનંતચારિત્ર, અનંતવીર્ય, અવ્યાબાધ, અમૂર્તાિ, સહજાનંદી, પૂર્ણ નંદી, અજર, અમર, અવિનાશી આદિ અનંત ગુણરૂપ લક્ષ્મીને પ્રગટ કરી, પરમાનંદસુખને વિલાસી થઈ ભાવમોક્ષપદ પ્રત્યે જીવ પામે, માટે એ નવ તત્તવમાં દ્રવ્યસિદ્ધ પરમાત્માને ઘરરૂપ એક ભાવમોક્ષ તત્વ જાણવું..