________________
ગુરૂ-કચ્ચશિકારાત્માને શગુરૂષ પાંચ તવ પામીએ.
ઈહાં સિદ્ધનું દ્રવ્ય તે કેવલી છે, કેમકે કેવલીમાંથી સિદ્ધપણું નિપજે છે, માટે દ્રવ્યસિદ્ધ પરમાત્મા તે કેવલી જાણવા.
તે કેવલી ભગવાનને પુણ્ય-પાપના દળીયા અજીવરૂપ અનંતા સત્તામાં રહ્યા છે, તે આશ્રવરૂપ જાણવા, એટલે પુણ્ય, પાપ, અજીવ અને આશ્રવ એ ચાર તત્વ થયા, અને એ દળીયે કેવલીને બાંધી રાખ્યા છે, તે પાંચમે બંધ થયે, તેણે કરી કેવલી મોક્ષપુરીમાં જતા રોકાણ છે, એ રીતે દ્રવ્યસિદ્ધ પરમાત્માને પાંચતત્વ શગુરૂપ જાણવા
૧૧૪ શિષ્યએ નવ તત્તવમાંથી દ્રવ્યસિદ્ધ પરમાત્માને મિત્રરૂપ કેટલા તત્વ છે?
ગુરૂા–દ્રવ્યસિદ્ધ પરમાત્માને મિત્રરૂપ એક સંવરત જાણવું,
જે કારણે દ્રવ્યસિદ્ધ પરમાત્મા શુકલ ધ્યાનના બીજાત્રીજા પાયા વચ્ચે રહ્યા, સંવરરૂપ મિત્રને ઘરે વતે છે,
એટલે સંવરરૂપ મિત્રે પાંચ તત્વના દળીયા અજીવરૂ૫ નવા કર્મના આશ્રવ આવતા રોક્યા, એટલે સમભિરૂઢનયને મતે શુકલધ્યાનરૂપ સંવરને ઘરે વતે છે, તેણે કરી નવા કમરૂપ આશ્રવના દળીયા આવતા રોકાણું છે,