________________
७४
આશ્રવ, અજીવ અને બંધ એ પાંચ તત્વ રૂપી અજીવને મિત્રરૂપ છે.
૭૯ શિષ્યા–એ નવ તત્વમાંથી અજીવને શત્રુરૂપ કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ-નવ તત્ત્વમાંથી અજીવને શત્રુરૂપ એક નિર્જરા તત્વ જાણવું
કારણ કે સકામ નિર્જરા ગુણ જે વારે જીવને આવે તે વારે અવરૂપ પાંચ તત્વના દળીયા સત્તાયે અનંતા રહ્યા છે, તેને બાળીને ક્ષય કરી નાખે માટે.
૮૦ શિષ્યઃ—એ નવ તત્તમાંથી અજીવને રોકવા રૂપ કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ –એ નવ તત્વમાંથી અજીવને રોકવારૂપ એક સંવરતત્ત્વ જાણવું,
કારણ કે શબ્દ અને સમભિરૂઢનયને મતે સંવરગુણ જીવને આવે, ત્યારે પુણ્ય–પાપ, અજીવરૂપ આશ્રવના દળીયા આવતા રેકાય છે, માટે.
૮૧ શિષ્યએ નવ તત્વમાંથી અજીવ, કેટલા તત્વને રેકી શકે?
ગુરૂ–અજીવ એક જ જીવતવને રોકી શકે,
કારણકે જીવને એકેક પ્રદેશે અનંતા કર્મરૂપ દળીયા અજવના લાગ્યા છે, તેણે કરી જીવ, મેલનગરે જતાં રેકાણે છે, માટે અજીવ એક જીવતવને રોકી શકે છે.