________________
૧૬ શિષ્ય-જીવને નિશ્ચયથકી નિત્ય કહીયે છીએ તેમજ નિશ્ચયથકી અનિત્ય પણ કહીયે છીએ તેને શે પરમાર્થ ?
ગુરૂ દ્રવ્યથકી જીવ અસંખ્યાત પ્રદેશી શાશ્વત નિત્ય છે, તેથી નિત્ય કહીયે અને પર્યાય થકી તે સમયે સમયે ઉત્પાદ-વ્યયરૂપ અગુરુલઘુપર્યાયની હાનિ વૃદ્ધિ કરે છે, માટે અનિત્ય કહીયે,
એ રીતે નિશ્ચય થકી નિત્યાનિત્યનું સ્વરૂપ જાણવું. એમ જીવનું સ્વરૂપ સામાન્ય પ્રકારે કહ્યું.
૧૭ શિષ્યઃ-જીવનું સ્વરૂપ તે કહ્યું પણ અજીવનું સ્વરૂપ કેમ જાણીયે?
ગુરૂ -અજીવને મૂલ ભેદ તે એક છે અને ઉત્તરભેદ ચૌદ છે, તથા બીજી વિવક્ષાએ ભેદાંતરની દષ્ટિએ તે પાંચ ને સાઈઠ છે, તેમાં પણ પાંચસે ને ત્રીસ ભેદ તે રૂપી છે અને ત્રીસ ભેદ અરૂપી છે, એનું વિશેષ સ્વરૂપ ગુરૂમુખથી જાણવું. [અજીવતવના પ૬૦ ભેદોઃ
અજીવતવના મૂળ ભેદ પાંચ૧. ધર્માસ્તિકાય-જીવ–પુદ્ગલને ગતિમાં સહાયક. ૨. અધર્માસ્તિકાય- , , સ્થિતિમાં , ૩. આકાશાસ્તિકાય છે , અવકાશ-જગ્યા દેનાર. ૪. પુદ્ગલાસ્તિકાય–પૂરણ–ગલન સ્વભાવવાળું દ્રવ્ય. ૫. કાળ વનાસ્વરૂપ