________________
૭ નિર્જરા-તત્ત્વ
૩૫૧
એ પ્રમાણે સર્વવ્રતોની ભંગોત્પત્તિનીકારિકા સમજવી. આ પ્રમાણે શ્રાવકવ્રતોના ભાંગા બતાવ્યા. આ રીતે સંવરતત્ત્વ પૂર્ણ થાય છે.
હવે “નિર્જરા” તત્ત્વ જણાવે છે—‘નિર્જરા’ શબ્દનો અર્થ—નિર્ અતિશય કરીને ‘નૃ’ કહેતા હાનિ કરે કર્મપુદ્ગલની તે ‘નિર્જરા’ કહેવાય. હવે નિર્જરાના બાર ભેદ જણાવે છે— અનશન ૧, ઉણોદરી ૨, ભિક્ષાચરી ૩, રસપરિત્યાગ ૪, કાયક્લેશ ૫, પ્રતિસંલીનતા ૬. પ્રાયશ્ચિત્ત ૧, વિનય ૨, વૈયાવૃત્ત્વ ૩, સ્વાધ્યાય ૪, ધ્યાન ૫, વ્યુત્સર્ગ ૬ એમ ૧૨. પહેલાં છ ભેદ બાહ્ય નિર્જરાનાં જાણવા. આગળનાં ૬ ભેદ અત્યંતર નિર્જરાના જાણવા તપવત્, આ રીતે નિર્જરાના ભેદોનો વિસ્તાર ઉવવાઈ શાસ્ત્રથી જાણવો. અહીંયા તો કિંચિત્ માત્ર ધ્યાન ચારનું સ્વરૂપ શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણવિરચિત ધ્યાનશતકથી જણાવેલ છે. હવે ધ્યાનસ્વરૂપ દોહરા–
શુક્લ ધ્યાન પાવક કરી, કરમેંધન દીયે જાર, વીર ધીર પ્રણમું સદા, ભવજલ તારનહાર ૧ હવે આર્ત્તધ્યાનના ચાર ભેદ કથન. સવઈયા એકત્રીસા—
દ્વેષહીકે બસ પર અમનોગ વિસે ઘર તિનકા વિજોગ ચિંતે ફે૨ મત મિલીયો શૂલ કુષ્ઠ તપ રોગ ચાહે ઇનકા વિજોગ આગેકું ન હોય મન ઔષધિમેં ભિલિયો. રાગ બસ ઇષ્ટ વિસે સાતા સુષ માહિ લિયે નારી આદિ ઇષ્ટકે સંયોગ ભોગ કિલિયો ઇંદ ચંદ ધરનિંદ નરનકો ઇંદ થઉં ઇત્યાદિ નિદાન ક૨ આરતમેં ઝિલિયો ૧ હવે સ્વામી અને લેશ્યા કથન. સવૈયા ૩૧સા—
રાગ દ્વેષ મોહ ભર્યો આરતમે જીવ પર્યો બીજ ભયો જગતરુ મન ભયો આંધ રે
કિસન કપોત નીલ લેસા ભઇ મધ મહી ઉતકૃષ્ટ જગનમે એકહી ન સાંધ રે આરતકે વસ પર્યો નર જન્મ હાર કર્યો ચલત દિષાઇ હાથ ચઢ ચહું કાંધ રે આતમ સયાના તોફૂં એહી દુષદાના જાના દાના મરદાના હૈ તો અબ પાલ બાંધ રે ૨ હવે આર્તના લિંગ–
રોદ કરે સોગ કરે ગાઢ સ્વર નાદ કરે હિરદેકું કૂટ મરે ઇષ્ટકે વિજોગ તે
ચિત્ત માંજિ ભેદ કરે હાય હાય સાદ કરે વદન તે લાલ ગિરે કષ્ટકે સંજોગ તે
નિંદે કૃત આપ પર રિદ્ધિ દેષ ચિત તાપ ચાહે રાગ ફાહે મેરે એસા ક્યું ન જોગ તે વિસેકા પિયા સામન આસા પાસા ભાસા વન આલસી વિસેમે વૃદ્ધ મૂઢ મતિ જોગ તે ૩ આર્તધ્યાન સંપૂર્ણ. હવે રૌદ્રધ્યાનના ચાર ભેદ
નિર્દેણ ચિત્ત કરી જીવ વધ નીત ધરી વેધ બંધ દાહ અંક મારણ પ્રણામ રે માયા ઝૂઠ પિશુનતા કઠન વચન ભને એક બુ (બ્ર)હ્મ જગ મને નાના નહી કામ રે પંચભૂતરૂપ કાયા દેવકૂં કુદેવ ગાયા આતમ સરૂપ ભૂપ નહી ઇન ઠામ રે છાના પાપ કરે લરે દુષ્ટ પરિણામ ધરે ઠગવાસી રીત કરે દૂજા ભેદ આમ રે. ૪