________________
૬ સંવર-તત્ત્વ
૩૨૭ આપને કમાયે પાપ ભોગને આપે આપ અંગ જરે કુષ્ટ ભરે ઇંદુવત આનને આપને કરમ કરી દુખ રોગ પીર પરી મિથ્થામતિ કહે એ તો કીયે ભગવાનને ૨ અથ “સંવર' ભાવનાહિરદમે જ્ઞાન ધર પાપપંથ પરહર નિહચે સરૂપ કર ડર જર કરશે આવત મહાન અઘ રોધ કર હો અનઘ આપને વિકાર તજ ભજ કર ભરસે કરમ પટલ ઢગ તિન માહી દેહ અગનિ કસત ગુન દગ આપ પરઠરસે કરમ ભરમ જાવે મોદ મન બોધ પાવે ઐસા રસરસીયા તે આ રસકું પરસે ૧ સત મત નવ તત ભેદભેદવિત હિત મીત જીત નિત તીન તેરે બોધકે તીન ચીન મીન લીન ઉદક પ્રવીન પીન ખીન દીન હીન તજ રજક છું સોધકે સત્તાકો સરૂપ જાન પરણત ભ્રમ માન નિજ ગુન તાન જેવી મહાનંદ સોધકે ભ્રમજાલ પરહરે કાસુકી ન ભીત કરે સંજમકે બારે મારે કર્મ સારે રોધકે ૨ અથ “નિર્જરા” ભાવનાજૈસે ન્યારી સુધ રીત છાનત કનક પીત ડારત અસુધ લીત મોદ મન કર્યો હૈ તૈસી હી સુધાર યાર કરમ પકાર ડોર માર માર ચાર યાર બાર તેરે પર્યો હૈ જાલોં ચિત રીત નાહી તોલોં મિટે ભીત નાહી કુગુરુ ડગર વીચ લૂટકો (?પ) હૈ આતમ સિયાને વીર કરમકી મિતે પીર પરમ અજીત જીત સિવગઢ ચર્યો હૈ ૧ સત જત સીલ તપ કરમ ભરમ કપ વાસના સનેહ ગેહ ચિતમે ન ધરીયે નરક નિગોદ રોગ ભોગત અનંત કાલ માયા ભ્રમ જાલ લાલ ભવદધિ તરિયે સંકટને પર્યો દુખ ભર્યો ભર્યો વસુધામે ચર્યો જગકોર ભોર અબ મન ડરિયે ચારત કંકન ધર દોસ દષ્ટ દૂર કર અહિત ધ્યાન કર મોખ(ક્ષ)વધૂ વરિયે ૨ અથ “લોકસ્વરૂપ” ભાવના– જાયાધાર નરાકાર ભામરી કરત યાર લોકાકાર રૂપ ધાર કહ્યા કરતાર રે રાજ દસ ચાર જાન ઊંચતાકો પરિમાન અધો વિસતાર રાજ સાત હૈ પતારને ઘટત ઘટત મૃત મંડલમે એક રાજ પંચમ સુરગ મધ્ય પાંચ રાજ ધારને આદિ અંત નહી સંત સ્વંય સિદ્ધરૂપ એ તો ષટ દ્રવ્ય વાસ એહી આપત ઉચારને ૧ નરક ભવન ખિતિ તનુવાત ઘન મિતિ વસત પતાર વાર કરમકે દોષમે ખિતિ આપ તેજ વાત વન રન ત્રસ ઘન વિગલ તિગલ પશુ પંખી અહિ રોષમે નર નારી ભેસ ધારી ધરમ વિહારી સારી વીતરાગ બ્રહ્મચારી નારી ધન તોષમે સુરગન સુખમન નાટક કરત ધન ધન ધન પ્રભુ સિદ્ધ પૂરે સુખ મોખમે ૨ અથ “ધર્મ” ભાવના– ખિમાં ધર તોષ કર કપટ લપટ હર માન અરિ માર કર ભાર સબ છોરકે સત પરિમાન કર પાપ સબ છાર કર કરમ ઇંધન જર તપ ધૂની જોરકે