SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ સંવર-તત્ત્વ ૩૦૭ એકકાલમાં સંભવ થયો, જો એકકાલમાં સંભવ થાય તો એકકાળમાં ૧૯ પરીષહ વેદે આ સિદ્ધ થાય, હવે જવાબ-એમ નથી શા માટે? ગ્રામ આદિ તરફ જવાની પ્રવૃત્તિ છે, તે કાળમાં જતો ભોજનવિશ્રામના માટે ઔસુક્ય પરિણામ સહિત થોડા સમય માટે શય્યામાં વર્તે છે, તે કાળે “શયા” પરિષહનો ‘ચર્યા” અને “નૈષેધિકી' બંનેની સાથે સંબંધ છે. એટલા માટે ૨૦ જ પરીષહ એક કાળમાં જણાય છે, જો એમ કહ્યું તે ષવિધ બંધક આશ્રયી કહ્યું છે, જે સમયે ચર્યા છે, તે સમયે શય્યા નથી, અહીં કેમ સંભવ થયું? ઉત્તર-ષવિધ બંધકને “મોહ' કર્મ ઉદયમાં વધારે નથી, તેથી શય્યાકાળમાં ઔસુક્ષ્ય પરિણામનો અભાવ છે. એથી શય્યાકાળમાં શય્યા જ છે, પરંતુ બાદર રાગના ઉદયે ઔસુફ્લે કરીને વિહારના પરિણામ નથી એટલા માટે પરસ્પર વિરોધી હોવાથી બન્ને યુગપતુ એકકાલમાં નથી. વિશેષ ચર્ચાથી સર્યું. ઉત્તરાધ્યયનના ૨૪મા અધ્યયનમાંથી પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ સ્વરૂપ પ્રથમ ઈર્યાસમિતિ–આલંબન ૧, કાળ ૨, માર્ગ ૩, યત્ન ૪ એ ચાર પ્રકારે શુદ્ધ ઇર્યા શોધે, ત્યાં આલંબન-જ્ઞાન ૧, દર્શન ૨, ચારિત્ર ૩ આ ત્રણેયને અવલંબીને ઇર્યા શોધે ૧ કાલ થકી દિવસમાં ઈર્યા શોધે ૨, માર્ગથી ઉન્માર્ગ વર્જ ૩, યત્નના ચાર ભેદ છે–દ્રવ્ય ૧ ક્ષેત્ર ૨, કાલ ૩, ભાવ ૪, દ્રવ્યથી તો ચક્ષુથી જોઈને ચાલે, ક્ષેત્રથી ચાર હાથ પ્રમાણ ધરતી જોઈને ચાલે ૨, કાલથી જેટલો કાળ ચલવાનું હોય ત્યાં સુધી યત્ન કરી ચાલે ૩, ભાવથી ઉપયોગ સહિત. ઉપયોગ સહિત કઈ રીતે થાય? પાંચ ઇન્દ્રિયના વિષયથી રહિત, પાંચ પ્રકારની વાચના આદિ સ્વાધ્યાય રહિત શરીરને ઇર્ષારૂપ કરે, ઇર્યામાં ઉદ્યમ આવા ઉપયોગથી ઇર્યા શોધે ઇતિ ઇસમિતિ. ભાષાસમિતિ ઃ ક્રોધ ૧, માન ૨, માયા ૩, લોભ ૪, હાસ્ય ૫, ભય ૬, મુખરિ (મૌખર્ય-મુખરતા) ૭, વિકથા ૮ એ આઠ સ્થાનક છોડીને (વર્જી) ને બોલે, નિર્દોષ પરિમિત ભાષા બોલે, ઉચિત સમયે બોલે તથા દશ પ્રકારનું સત્ય, બાર ભેદે વ્યવહાર એમ ૨૨ ભેદ ભાષા બોલે, તે બાવીસ ભેદ લખે છે (૧) જણવએ સચ્ચે–જનપદ' સત્ય. જે દેશમાં જે ભાષા બોલાય તે ત્યાં સત્ય, “કોંકણ” દેશમાં પાણીને પિછ, કોઈ દેશમાં મોટા પુરુષને બેટા કહે અથવા પુત્રને કાકા, પિતાને ભાઈ, સાસુને આઈ, તે જનસત્ય. (૨) સમ્મત (ય)-સંમત' સત્ય.જેમ અંકમાં મીંડક(દેડકા), સેવાળ અને કમળ, ઉત્પન્ન થાય તો પણ કમલને પંકજ કહેવાય પણ મીંડક, સેવાળને “પંકજ' શબ્દન કહેવાય. (૩) ઠવણા “સ્થાપના સત્ય, જેની મૂર્તિ સ્થાપી છે, તે મૂર્તિને દેવ કહેવું ખોટું નથી. (૪) નામ-નામ સત્ય, “કુલવર્ધન' નામ છે. ભલે કુળનો ક્ષય કરે પણ કુલવર્ધન કહેવું, ખોટું નથી. (૫) રુવે-રૂપ. ગુણથી ભ્રષ્ટ છે તો પણ સાધુના વેષવાળાને “સાધુ” કહેવાય, (૬) પહુચ્ચઅપેક્ષા' સત્ય જેમ મધ્યમાની અપેક્ષાએ અનામિકા નાની આંગળી છે. (૭) વવહાર-વ્યવહાર”
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy