________________
૧ જીવ-તત્ત્વ
૧૬૫ ચાર ઘાતી કર્મનો ક્ષય કરે. કેવલજ્ઞાન, કેવલ દર્શન, યથાખ્યાત ચારિત્ર, અનંત વીર્ય એ કરીને બિરાજમાન, યોગ સહિત એટલે સયોગી.
મન, વચન, કાયા યોગ રુંધીને પાંચ હ્રસ્વ અક્ષર પ્રમાણ કાલ પછી મોક્ષ. (૭૯) આગળ ગુણસ્થાન પર વિવિધ પ્રકારના ૧૬૨ દ્વાર છે, તેનું સ્વરૂપ યંત્રથી
૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ | ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧ જીવ ભેદ૧૪ ૧૪| ૭ | ૧ | ૨ | ૧| ૧ | ૧ | ૧ ૧ | ૧ | ૧ | ૧| ૧ | ૧ ૨| યોગ ૧૫ | ૧૩] ૧૩ ૧૦ ૧૩/૧૧ ૧૩ ૧૧| | ૯ | ૯ | ૯ | ૯ | ૭ | ૦ ૩ઉપયોગ ૧૨| ૫ | ૫ | ૬ | ૬ | ૬ | ૭ | | | ૭ | ૭ | ૭ | | ૨ | ૨
જીવભેદમાં બીજા ગુણસ્થાનમાં બાદર એકેંદ્રિયનો ભેદ ૧ અપર્યાપ્ત કહ્યો છે, તે આ કારણે તે એકેન્દ્રિયમાં સાસ્વાદન સમ્યક્ત છે અને સૂત્રમાં નથી કીધું તેનું સમાધાન–એકેંદ્રિયમાં સાસ્વાદન કોઈક કાલે થાય છે, બહુલતા કરીને થતું નથી, આ કારણે તે સૂત્રમાં વિવેક્ષા નથી કરી અને કર્મગ્રંથમાં કોઈક કાલની વિરક્ષા કરીને કહ્યા છે. એથી વિરોધ નથી. આ સમાધાન ભગવતીની વૃત્તિમાં કહ્યું છે. બીજા ગુણસ્થાનમાં અપર્યાપ્તનો ભેદ છે તે કરણ અપર્યાપ્તા જાણવા. લબ્ધિ અપર્યાપ્તા તો કાલ કરે છે અને બીજા ગુણસ્થાને અપર્યાપ્ત કાલ નહીં કરે. તથા યોગદ્વારમાં પાંચમા છઠ્ઠા ગુણસ્થાનમાં ઔદારિક મિશ્ર યોગ કર્મગ્રંથે ન માન્યો, શા માટે? તે
ત્યાં વૈક્રિય આહારકની પ્રધાનતા કરીને ત્રણેયના જ મિશ્ર માન્યા, અન્યથા તો ૧૨ તથા ૧૪ યોગ જાણવા, પરંતુ ગુણસ્થાનદ્વાર તો કર્મગ્રંથની અપેક્ષા છે, તે માટે કર્મગ્રંથની અપેક્ષા જ તે સર્વત્ર ઉદાહરણ જાણવા. તથા ઉપયોગદ્વારમાં પહેલા ૧ અને બીજા ગુણસ્થાને ૫ ઉપયોગ કહે છે, તે ત્રણ અજ્ઞાન, ચક્ષુ, અચક્ષુ બે દર્શન, એમ ૫ ઉપયોગ જાણવા. બીજા ગુણસ્થાનમાં જ્ઞાન મલિન છે, મિથ્યાત્વાભિમુખ છે, અવશ્ય મિથ્યાત્વમાં જશે. તે કારણે તેને અજ્ઞાન જ કહ્યું, નહીં તો ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન જાણવા. અવધિદર્શન, અવધિજ્ઞાન વિના વિવક્ષા ન થાય. આ કારણે પ ઉપયોગ કહ્યા. અન્યથા તો પ્રથમ ગુણસ્થાને ૩ અજ્ઞાન, ૩દર્શન જાણવા તથા ત્રીજા ગુણસ્થાનમાં જ્ઞાન અંશની વિવફા તે ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન છે અને અજ્ઞાન અંશની વિરક્ષા કરવી ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન જાણવા. ૪ દ્રવ્યલેશ્યા ૬ | ૬ | E | F | | | | |૧|૧| ૧ | ૧ | ૧|૧| ૫ ભાવલેશ્યા ૬ | ૬ | ૬ | | ૬ | ૩| ૩ ૩ ૧ | ૧ | ૧ | ૧ | ૧ | ૧ |
ભાવલેશ્યા ત્રણ-કૃષ્ણ, નીલ, કાપોત, એ ત્રણ લેશ્યામાં વર્તતા સમ્યક્ત ન પામે અને સમ્યક્ત આવ્યા પછી તો ત્રણેય ભાવલેશ્યા હોય છે, ઇતિ ભગવતી વૃત્તિમાં અને ત્રણ અપ્રશસ્ત ભાવલેશ્યામાં દેશવૃત્તી (વિરતિ ?) સર્વવૃત્તી (વિરતિ ?) ન હોય.